‘શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિસભા’ એક અનોખો પ્રસંગ

January 26 2015

શ્રી રતિલાલ ચંદરયાને યાદ કરવા કાજે એક અનોખો પ્રસંગ  અમદાવાદ મુકામે ઊજવાયો. આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાની મને તક મળી એ બાબતનો આનંદ વ્યક્ત કરવા માટે  આ લખાણ  લખવાનું મન થયું છે. 

આ પ્રસંગે  'શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા' નું આયોજન તા. ૧૩-૦૧-૨૦૧૫ ના રોજ અમદાવાદ મુકામે થયું હતું.  જે અંગેનો સમગ્ર અહેવાલ 'ગુજરાતી લેક્સિકોન પરિવાર'  દ્વારા પ્રગટ થયો છે. 

આ પ્રસંગમાં 'ગુજરાતી લેક્સિકોન' દ્વારા યોજાયેલી પ્રતિભાશોધ સ્પર્ધાના વિજેતાઓને અભિવાદનપત્ર અને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતાં.  નિબંધસ્પર્ધા માટેનું પ્રથમ પારિતોષિક મને મળ્યું હતું. હું એ માટે મારો હરખ વ્યક્ત કરું છું અને  ચંદરયા પરિવાર, ગુજરાતી લેક્સિકોન પરિવાર અને આ કાર્યક્રમ સાથે જોડાયેલાં સહુ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરું છું. પુરસ્કાર પ્રાપ્ત થાય એનો આનંદ સ્વાભાવિક છે પરંતુ મારે એ સિવાયના કારણો  માટે પણ આનંદ વ્યકત કરવો છે.  જે કારણો આ પ્રમાણે છે… 

* સ્વ. શ્રી રતિલાલ ચંદરયાની આપણી ભાષા પ્રત્યેની ધગશ અને એમનો પુરુષાર્થ.  

* શ્રી રતિલાલ ચંદરયાને યાદ કરવા માટે 'ગુજરાતી લેક્સિકોન' દ્વારા સ્પર્ધાનું આયોજન એ તો ધૂળમાંથી સોનું શોધવા જેવો ઉદ્યમ હતો. ભાષા પ્રત્યે પ્રેમ ધરાવનારા આજાણ્યા લોકોને સમાજમાંથી  શોધવા એ  સાચી નિષ્ઠાનું કામ હતું  અને આયોજકોએ એ કરી બતાવ્યું છે. બાકી, ગુજરાતી ભાષામાં ઉત્તમ સર્જન કરાનારાઓની  ખોટ નથી. ચાર મહાનુભાવો તો સહેજે મળી જાત! 

* આ પ્રસંગમાં વડીલ અને યુવાન લોકોનો રૂડો સમન્વય જોવા મળ્યો. હોશ વત્તા જોશ! 

* મેં  મારા નિબંધમાં પણ યુવાન લોકો પર વિશ્વાસ રાખવાની વાત કહી છે.  આ પ્રસંગમાં પણ યુવાન ભાઈબહેનોનો ઉમંગ, એમની ચપળતા અને એમની નિષ્ઠા ધન્યવાદને પાત્ર હતાં. મૈત્રીબહેનનું  સંચાલન પ્રસંગ અને સમયને અનુરૂપ હતું. 

* શ્રી ચંદ્રકાંત શેઠ, શ્રી કુમારપાળ દેસાઈ અને શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકનાં  વક્તવ્યો. ત્રણે વિદ્વાનોએ પોતપોતાના વિચારો વ્યકત કર્યા.  આ વક્તવ્યો દ્વારા એમના અનુભવો અને મંતવ્યો  વિષે જાણવા મળ્યું. 

*સ્પર્ધાના નિર્ણાયકો શ્રી પ્રફુલ્લભાઈ રાવલ અને  સુશ્રી દક્ષાબહેનનું કાળજી માંગી લે એવું અને સમયસરનું કામ.  સુશ્રી દક્ષાબહેનની, ટૂંકી વાર્તાના લેખન બાબતની ટકોર.   

* નિપોનના ડાયરેક્ટર શ્રી અજયભાઈ સંઘવીનો પુસ્તકપ્રેમ.  

* શ્રી વિમલભાઈ  ચંદરયાની સરળતા. 

*  ઉત્તરાયણ જેવો તહેવાર માથા પર હોવા છતાં  હાજર રહેલા  શ્રોતાઓનો ભાષા તરફનો લગાવ.

* એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ. 

 છેલ્લી વાત. ગુજરાતી લેક્સીકોનનો સુખદ અનુભવ ન હોત તો મારાથી 'ચાલો, ભાષાનું ગૌરવ વધારીએ' જેવો  નિબંધ લખાયો જ ન હોત. મને એમ કહેતાં આનદ થાય છે કે- 'ગુજરાતી  લેક્સિકોને મારું ઘડતર કર્યું છે.'  

શ્રી રતિલાલ ચંદરયાને વંદન કરું છું. સમગ્ર કાર્યક્રમ સાથે જોડાયેલા સહુનો ફરીથી આભાર માનું છું.  

જય જય ગરવી ગુજરાત. 

More from Yashvant Thakkar

More Article

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects