પતંગિયાંં તેમના પગ દ્વારા ખોરાકનો સ્વાદ પારખે છે !
January 09 2020
Written By
Rahul Viramgamiya
રંગબેરંગી પતંગિયાંં ખૂબ જ સુંદર અને મનમોહક હોય છે. તેમને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. પતંગિયાંં ફૂલોની આજુબાજુ જ તેમનું જીવન પસાર કરતાંં હોય છે.
ફૂલોના રસને ચૂસીને તેઓ પોષણ મેળવતાંં હોય છે. પતંંગિયાંંના લગભગ 28,000 પ્રકાર છે. દરેક પતંગિયાનો આકાર અલગ અલગ હોય છે. તેમનું વજન ફૂલની બે પાંંખડી જેટલુંં હોય છે. પતંગિયાનો જીવનકાળ ચાર અવસ્થામાંંથી પસાર થાય છે. પહેલું ઈડાંં, બીજુ લાવૉ (નાનો કીડો) ત્રીજું પ્યૂપા અને ચોથું પતંગિયું પતંગિયાનો લાવૉ અમુક જાતિના છોડ પર જ જીવે છે, બાકી અન્ય છોડ પર તે નષ્ટ થઈ જાય છે. માટે દરેક જાતના પતંગિયાની માદા ચોક્કસ જાતના ફૂલ ઉપર જ ઈડા મૂકે છે.
નર પતંગિયાની સંખ્યા માદા પતંગિયા કરતાંં વધારે છે. માદા 400 ઈડા મૂકે છે. તેમના ઈડાનો રંંગ પીળો નારંગી અને લીલો હોય છે. મોટાભાગે વંદા તેમનાંં ઈડાંં ખાઈ
જાય છે. આ કારણે પતંગિયાની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. એક અઠવાડિયા બાદ ઈડામાંંથી લાવૉ નીકળે છે. લાવૉ તૂટેલા ઈડાનાંં છોતરાંંમાંંથી જ પોતાનો ખોરાક મેળવે છે. પછી પાંંદડાંં ખાવા લાગે છે. લાવૉ તેમના વજન કરતાંં પણ વધારે પાંંદડાંં ખાઈ જાય છે. થોડા દિવસ બાદ લાવૉ પ્યૂપામાંં પરિવતિત થાય છે અને સમય જતા આ પ્યૂપામાંંથી પતંગિયું નીકળે છે. થોડી મિનિટોમાંં તેમની પાંંખોમાંં લોહીનો પ્રવાહ શરૂ થઈ જાય છે અ ને તે ઊડવા માટે તૈયાર થઈ જાય છે. પુખ્ત વયનું થતા પતંગિયું ફૂલોમાંંથી રસ ચૂસવા લાગે છે. પતંગિયાનું આયુષ્ય માત્ર 1 વષૅ હોય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ પતંગિયાંંની ઉત્ત્પત્તિ આજથી દસ કરોડ વષૅ
પહેલાંં થઈ હતી. મનુષ્ય કરતાંં પણ પહેલાંં પતંગિયાનું અસ્તિત્વ માનવામાંં આવે છે. મોટાભાગે પતંગિયાંં ફૂલોનો રસ ચૂસીને પોતાનો ખોરાક મેળવે છે. જોકે
કેટલાંંક પતંગિયાંં પશુઓના મળમાંંથી પણ પોતાનો ખોરાક મેળવે છે. જ્યારે કેટલાંંક પતંગિયાંં પાકેલાંં કેળાંંમાંંથી ખોરાક આરાગે છે. પતંગિયા ખોરાક પર ઊભા રહીને તેનો સ્વાદ ચાખે છે.કારણ કે તેમની સ્વાદ પારખવાની શકિત તેમના પગમાંં હોય છે. પતંગિયાંં દિવસમાંં ખોરાકની શોધમાંં રખડે છે અને રાતે નિષ્કિય થઈ
આરામ કરે છે. કેટલાંં પતંગિયાંં તડકામાંં રહેવાનું વધારે પસંદ કરે છે, જ્યારે કેટલાંંક છાંંયડામાંં રહેવાનું પસંદ કરે છે. ધરતી પર એવાંં ઘણાંં પક્ષીઓ અને જીવજંતુઓ છે જેઓ પતંગિયાંંનો શિકાર કરીને ખાઈ જાય છે. કેટલાંંક પતંગિયાંં ઝેરીલાંં પણ હોય છે. તેઓ મુખ્યત્વે લાલ, લીલો અને પીળા જેવા પ્રાથમિક રંગો જ
જોઈ શકે છે. પતંગિયા સાંંભળી શકતાંં નથી. આ કારણે તેઓ શિકારીઓને તેમના કંપનથી જ ઓળખી કાઢે છે. વિશ્વનું સૌથી મોટા કદનું પતંગિયું ઓનિથોપ્ટેરા
અલેકઝેન્ડિયા જાતિનું હોય છે તેમજ ભારતમાંં જોવા મળેલું સૌથી મોટુ પતંગિયું કોમન બડૅવિંગ છે અને સૌથી નાનું પતંગિયુ ગ્રાસ જવેલ છે.
More from Rahul Viramgamiya



More Article



Interactive Games

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.