પીઠી ચોળી લાડકડી! ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને કરમાં કર સોંપ્યા લાડકડી !
મીઠી આવો લાડકડી! કેમ કહું જાઓ લાડકડી !
તું શાની સાપનો ભારો? તું તુલસીનો ક્યારો લાડકડી !
ચરકલડી ચાલી લાડકડી, રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા; એવી તારી માયા લાડકડી !
સોડમાં લીધાં લાડકડી! આંખ ભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને પારકાં કીધાં લાડકડી !
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.