કંકુ છાંટી કંકોતરી મોકલી,
એમાં લખિયું લાડકડીનું નામ રે, માણેકથંભ રોપિયો.
કેસર છાંટી કંકોતરી મોકલી,
એમાં લખિયું લાડકડાનું નામ રે, માણેકથંભ રોપિયો.
પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી,
કાકા હોંશે ભત્રીજી પરણાવો રે, માણેકથંભ રોપિયો.
બીજી કંકોતરી મામા ઘેર મોકલી,
મામા હોંશે મોસાળું લઈ આવો રે, માણેકથંભ રોપિયો.
કંકુ છાંટી કંકોતરી મોકલી, કેસર છાંટી કંકોતરી મોકલી,
કંકુ છાંટી કંકોતરી મોકલી.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.