એક તે રાજને દ્વારે રમતા બેનીબા, દાદા એ હસીને બોલાવ્યા,
કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી, આંખલડી રે જળે તે ભરી.
નથી નથી દાદા મારી દેહ જ દુબળી, નથી રે આંખલડી જળે ભરી,
એક ઊંચો તે વર ના જોશો રે દાદા, ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે,
એક નીચો તે વર ના જોશો રે દાદા, નીચો તો નિત્ય ઠેબે આવશે,
એક ધોળો તે વર ના જોશો રે દાદા, ધોળો તે આપ વખાણશે,
એક કાળો તે વર ના જોશો રે દાદા, કાળો તે કુટુંબ લજાવશે,
એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો,
તે મારી સૈયરે વખાણિયો,
એક પાણી ભરતી તે પાણિયારીએ વખાણ્યો,
ભલો તે વખાણ્યો મારી ભાભીએ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં