ઇંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો ?
ટોપો મનીતાને પે’રાવો, આજુબાજુ કન્ડક્ટર બેસાડો,
“બાકી ટિકિટ, બાકી ટિકિટ” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઇંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો ?
ટોપો રેખાને પે’રાવો, આજુબાજુ ખાનદેશિયા બેસાડો,
“કાય સાંગલે, કાય સાંગલે” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઇંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો ?
ટોપો ઐશ્વર્યાને પે’રાવો, આજુબાજુ બાવા બેસાડો,
“રાધેશ્યામ, રાધેશ્યામ” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઇંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો?
ટોપો કરીનાને પે’રાવો, આજુબાજુ કાછિયા બેસાડો,
“શાકભાજી, શાકભાજી” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઇંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો ?
ટોપો પ્રિયંકાને પે’રાવો, આજુબાજુ કાળિયા બેસાડો,
“વૉટ્સ અપ ?! વૉટ્સ અપ ?!” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઇંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો ?
ટોપો હેમાને પે’રાવો, આજુબાજુ સ્પેનિયા બેસાડો,
“સેનિયોરીતા, સેનિયોરીતા” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઇંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો ?
ટોપો જયાને પે’રાવો, આજુબાજુ કૉલેજીયન બેસાડો,
“આઈ લવ યુ, આઈ લવ યુ” કરે બિચારીને ટોપો પે’રાવો
ઇંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો ?
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં