આ દશ આ દશ પીપળો, આ દશ દાદાના ખેતર,
દાદા (દાદાનું નામ બોલવું)ભાઈ વળામણે, દીકરી ડાહ્યા થઈને રહેજો.
ભૂલજો અમ કેરી માયા, મનડા વાળીને રહેજો,
સસરાના લાંબા ઘૂંઘટા, સાસુને પાહોલે પડજો.
જેઠ દેખીને ઝીણાં બોલજો, જેઠાણીના વાદ ન વદજો,
નાનો દેરીડો લાડકો, એના તે હસવા ખમજો.
નાની નણંદ જાશે સાસરે, એના માથા રે ગૂંથજો,
માથા ગૂંથીને સેંથા પૂરજો, એને સાસરે વળાવજો.
આ દશ આ દશ પીપળો, આ દશ દાદાના ખેતર,
માતા (માતાનું નામ બોલવું)બેન વળામણે, દીકરી ડાહ્યા થઈને રહેજો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.