દેવદિવાળીની સમાપ્તિ સાથે ચાતુર્માસ પૂર્ણ થાય છે અને સ્વાસ્થ્યવર્ધક ભાજીપાલો, શાકભાજીની શરૂઆત થાય છે.
તો ચાલો આજે શિયાળુ સ્પેશ્યલ વાનગી – રોટલા વિશે માહિતી મેળવીએ.
રોટલા માટે સામગ્રી :
1 કપ બાજરીનો લોટ કે રાગીનો લોટ (સ્વાસ્થ્ય માટે રાગી / નાગલીને સારી ગણવામાં આવે છે.) (1 કપ = 250 ગ્રામ)
1 ટી સ્પૂન ઘી અથવા તેલ
સ્વાદ અનુસાર મીઠું
જરૂરિયાત અનુસાર પાણી
અટામણ માટે જરૂરી બાજરીનો લોટ
ઘી અથવા સફેદ માખણ – રોટલા ઉપર લગાવવા માટે
રોટલો બનાવવાની રીત :
બાજરીના લોટમાં સ્વાદ અનુસાર મીઠુંં અને તેલ/ઘી નાખો
નવશેકા પાણી અથવા સાદું પાણી ઉમેરી કણેક બાંધો (જો જરૂર જણાયતો કણેક બાંધવા થોડો ઘઉંનો લોટ પણ ઉમેરી શકાય છે.)
આ રોટલા ગરમ ગરમ ખાવાની વધુ મજા આવે છે તેથી જ્યારે જમવા બેસો ત્યારે જ કણેક બાંધી ગરમ ગરમ રોટલા ઉતારવા.
જો તમને હાથથી થેપીને રોટલા બનાવતા ફાવે તો તેમ અથવા ઓરસીયા કે પાટલી પર વણીને રોટલા બનાવી શકાય છે.
રોટલા બનાવતા પહેલાં થોડો લોટ ઓરસીયા ઉપર નાખવો જેથી કણેક ચોંટે નહીં
એક તરફ તવી ગરમ કરવા મૂકો.
હળવા હાથે રોટલો વણી કે થેપીને ગરમ તવી ઉપર મૂકતાં પહેલાં રોટલા ઉપર પાણીનો હાથ ફેરવો અને પછી પાણી વાળો ભાગ તવી ઉપર મૂકો
રોટલાની બન્ને સાઇડ બરાબર શેકો અને અને ત્યારબાદ લોઢી ઉપરથી હળવા હાથે ઉપાડી ગેસ ઉપર ફૂલવો
જો રોટલો બરાબર શેકાયો નહીં હોય તો તે ફૂલશે નહીં.
ફોલાયેલા રોટલાની કપોટી (પાતળું પડ) અડધું ખોલી રોટલા ઉપર ઘી કે સફેદ માખણ લગાવો અને પછી કપોટી ઉપર પણ ઘી કે માખણ લગાવો અને ગરમ ગરમ રોટલો કોથમીરની ચટણી, ગોળ, શાક, દાળ કે કઢી સાથે પીરસો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ