Gujaratilexicon

Food Recipes By Chef Hina Gautam

December 28 2019
Gujaratilexicon

Food Recipes સાંભળીને જ મોંમા પાણી આવી જાય. જો આપણને રોજ પાકશાસ્તત્રમાં નિષ્ણાત હિના બહેન (Food Recipes By Chef Hina Gautam) આપણને આવી વિવિધ વાનગીઓની ટીપ આપે તો કેમ, કારણ કે કોઈ પણ માણસ કંઈ પણ મહેનત કરે છે તે પોતાના પેટનો ખાડો એટલે કે ભૂખ સંતોષવા કરતો હોય છે. અને જો એ આપણું બે ટંકનું ભોજન સ્વાદ વગરનું, નવીનતા વગરનું હોય તો માનવીનું મન અસંતોષ અનુભવે છે.

Explore the english meaning of word : પાકશાસ્ત્ર

આપણી ગુજરાતી થાળી વિવિધ સ્વાદ અને વાનગીઓથી ભરેલી હોય છે. આજથી આપણી સાથે પ્રખ્યાત ફૂડ એક્સ્પર્ટ હિના ગૌતમ જોડાઈ રહ્યા છે જેઓ હંમેશા રસોઈની સાથે તેની સાથે સંકળાયેલ વિજ્ઞાનને પણ એટલું જ મહત્ત્વ આપે છે.

હિના બહેન વિવિધ રસોઈ શો, સ્પર્ધાઓ વગેરે સાથે સંકળાયેલા છે અને પોતાનો મેડિકલનો અભ્યાસ છોડી આ ક્ષેત્રને પોતાનું સર્વસ્વ બનાવી પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ત્રણ વર્ષની ઉંમરથી રસોઈની શરૂઆત કરનાર હિના બહેન 54 આ ક્ષેત્રમાં 54 વર્ષનો અનુભવ ધરાવે છે.

રોજિંંદા ખોરાકમાં (Gujarati Food) ખીચડીને પોતાની મનપસંદ વાનગી ગણાવનાર હિના બહેનને ઇન્ટરનેશનલ ક્યુઝનમં મેક્સિકન (Mexican) ક્યુઝન વધુ પસંદ પડે છે.

હિના બહેન જસ્ટ કૂકિંગ વિથ હિના ગૌતમ નામે પ્રખ્યાત છે. તો ચાલો તેમની જ કલમે, તેમના જ શબ્દોમાં તેમના વિશે જાણીએ અને આગામી બ્લોગમાં તેમની નવી નવી રેસિપી અને વાનગીઓ વિશેની માહિતી મેળવીએ.

હિના બહેન દ્વારા રજૂ કરાયેલ Chef at Home મેગેઝિનના અંકો ડાઉનલોડ કરો.

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects