ચોરી કરવા ચાલ્યા ચોર, સોનીપોળમાં થાતો શોર,
સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા.
મામા લાવે છૂકછૂક ગાડી, બાને માટે લાવે સાડી,
સાડીના રંગ કાચા, બાપના ભાઈ તે કાકા.
કાકા કાકા કારેલાં, કાકીએ વઘારેલાં,
કાકી પડ્યાં રોઈ, બાપની બેન તે ફોઈ.
ફોઈ ફૂલડાં લાવે છે, ફુવાને વધાવે છે,
ફુવા ગયા કાશી, બાની બેન તે માસી.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.