રાતી રાતી ચણોઠડી ને બીજું રાતું બોર;
ત્રીજું રાતું ચોળિયું ને દુખિયું રાતું ચોળ.
કાળો કાળો કામળો ને બીજો કાગ;
ત્રીજા કાળા મોવાળા ને ચોથો કાળો નાગ.
ધોળું ધોળું પતાસું ને તેથી ધોળું રૂ;
તેથી ધોળો રૂપિયો ને સૌથી ધોળું દૂધ.
પીળી પીળી હળદરડી ને બીજા પીળા પાન;
તેથી પીળો કેસરી ને ચોથું સોનું જાણ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.