ઘડિયાળ મારું નાનું, તે ચાલે છાનું માનું,
એ તો કેવી નવાઈ જેવી વાત છે (2)
એને નથી પાંખ, પણ ચાલે ફટ ફટ,
એ તો કેવી નવાઈ જેવી વાત છે (2)
ખાવાનું નહિ માગે પણ ચાવી આપે ચાલે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે (2)
અંધારે અજવાળે, સૌના વખતને સંભાળે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે (2)
દિવસ રાતે ચાલે પણ થાક નહિ લાગે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે (2)
ટક ટક કરતું બોલે, જરા ય નહિ થોભે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે (2)
ઘડિયાળ મારું નાનું, તે ચાલે છાનું માનું,
એ તો કેવી નવાઈ જેવી વાત છે (2)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.