અમે ફેર ફુદરડી રમતા’તા, અમે ફેર ફુદરડી રમતા’તા,
ફેર ફુદરડી ફરતાં ફરતાં પડી જવાની કેવી મજા!
ભાઈ, પડી જવાની કેવી મજા!
અમે સંતાકુકડી રમતા’તા, અમે સંતાકુકડી રમતા’તા,
સંતાકુકડી રમતાં રમતાં, પકડાઈ જવાની કેવી મજા!
ભાઈ, પકડાઈ જવાની કેવી મજા!
અમે આમલી પીપળી રમતા’તા, અમે આમલી પીપળી રમતા’તા,
આમલી પીપળી રમતાં રમતાં, સંતાઈ જવાની કેવી મજા!
ભાઈ, સંતાઈ જવાની કેવી મજા!
અમે બિલ્લી ઉંદર રમતા’તા, અમે બિલ્લી ઉંદર રમતા’તા,
અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતા’તા, અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતા’તા,
ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં નાસી જવાની કેવી મજા!
ભાઈ, નાસી જવાની કેવી મજા!
અમે સાતતાળી રમતા’તા, અમે સાતતાળી રમતા’તા,
સાતતાળી રમતાં રમતાં દોડી જવાની કેવી મજા!
ભાઈ, દોડી જવાની કેવી મજા!
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.