ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે,
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે.
ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે,
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે.
ફાગણ આયો રંગ ભરીને ચાંદ પૂનમનો ચમક્યો,
ઢોલિડાનો ઢોલ ઘેરો ઢમઢમ ઢમઢમ ઢમક્યો.
ગીતો ગાઓ નાચો હોળી આવી રે,
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે.
ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે,
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે.
ખજૂર, ટોપરાં, ધાણી, દાળીયા ખાતાં સૌની સંગે,
અબીલ ગુલાલ ઉડાડી રંગ્યું આભ નવ નવ રંગે.
રંગે રમવા ચાલો હોળી આવી રે,
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે.
ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે,
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં