મોરબી જિલ્લો હળવદ, માળીયા, મોરબી, ટંકારા અને વાંકાનેર – એમ કુલ 5 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 337 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 4,871 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 1 લાખથી વધુ છે.
રાજકોટ જિલ્લામાંથી નવા મોરબી જિલ્લાની રચના કરવામાં આવેલ છે. 1979માં આવેલ મચ્છુ નદીના પૂરને કારણે મોરબી શહેર તબાહ થઈ ગયું હતું, પરંતુ આજનું મોરબી એક આગળ પડતાં ઔદ્યોગિક શહેર તરીકે ગુજરાતમાં જાણીતું છે. જાડેજા રાજપૂતોના રાજમાં મોરબી રાજ્ય ભારતની આઝાદી સુધી એક સંપૂર્ણપણે વિકસિત રાજ્ય હતું. મોરબીનાં સ્થાપત્યો જેવાં કે રેલવે સ્ટેશન, દરબારગઢ, મણિમંદિર, વેલીંગટન, સેક્રેટરીએટ, ઝૂલતો પુલ, લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજ વગેરે ભારતીય અને યુરોપિયન સ્થાપત્યકળાના અમૂલ્ય વારસા છે.
મોરબી આજે ભારતભરમાં તેનાં સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે અને લગભગ 6૦૦ જેટલી સિરામિક ફેકટરીઓ મોરબીમાં ધબકે છે. બધા જ પ્રકારની ટાઇલ્સ અને સેનીટરીવેર એ આ ફેક્ટરીઓની મુખ્ય પેદાશ છે.
મોરબીમાં ઘડિયાળ બનાવવાના પણ ખૂબ મોટા ઉદ્યોગો છે જેમાં અજંતા અને સમય જેવાં નામો ખૂબ જાણીતાં છે, અને વિશ્વભરમાં ઘડીયાળ ઉત્પાદકોમાં અવલ્લ નંબર ધરાવે છે. અહીંથી ટાઇલ્સ, ઘડિયાળ અને CFL બલ્બની વ્યાપક નિકાસ થાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.