દેવભૂમિ દ્વારકા જિલ્લો દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળીયા – એમ કુલ 3 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 231 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 5,684 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 1 લાખથી વધુ છે.
‘સુવર્ણનગરી’ દ્વારકા તરીકે જાણીતું આ શહેર ભગવાન કૃષ્ણનું પાટનગર અને તેમની ઉત્તરાવસ્થામાં તેમનું રહેઠાણ હતું. વૈષ્ણવ સંપ્રદાયમાં સૌથી વધારે મહત્ત્વ ધરાવતી આ નગરીમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણનું અપ્રિતમ મંદિર છઠ્ઠી અથવા સાતમી શતાબ્દીમાં બંધાયેલ સ્થાપત્યનો બેજોડ નમૂનો છે. પાંચ માળના આ મંદિર ઉપર દિવસમાં પાંચ વખત ધજા ચઢાવવામાં આવે છે. મંદિરથી ગોમતી નદીનો દરિયા સાથેનો સંગમ જોઈ શકાય છે. ઓખા એક અન્ય તાલુકા મથક છે અને ભારતના પશ્ચિમ વિસ્તારનો સૌથી છેડાનો જમીની વિસ્તાર છે. દ્વારકા અને ઓખા વચ્ચે આવેલ મીઠાપુર ખાતે કેટલાક મોટા ઉદ્યોગો સ્થપાયેલ છે
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.