ડાંગ જિલ્લો આહવા, સુબીર અને વઘઈ – એમ કુલ 3 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 311 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 1,764 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 2 લાખથી વધુ છે. 75%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
આ આખો જિલ્લો ડુંગર-ટેકરીઓ અને વનશ્રી – વિખ્યાત જંગલોથી ભરપૂર છે. જંગલમાંથી વિશાળ પ્રમાણમાં ઇમારતી લાકડું મળે છે ને એનો મોટો ઉદ્યોગ ચાલે છે. આહવા ગુજરાતના ઇમારતી લાકડાંના વેપારનું મોટામાં મોટું મથક છે. આ જિલ્લામાં આવેલું હવાખાવાનું સ્થળ સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. એને વિવિધ રીતે વિકસાવી આકર્ષક વિહારધામ બનાવવામાં આવ્યું છે. ડાંગના આદિવાસી કબીલાઓ ભેગા થઈને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજે છે જેને ‘ડાંગ દરબાર’ તરીકે ઓળખવામાં આવે છે.
ડાંગ જિલ્લા વિશે બ્લોગ રાઇટર મૈત્રી માધુ નીચે મુજબ જણાવે છે.
ગુજરાતનું પ્રાકૃતિક સ્વર્ગ – ડાંગ
ડાંગ એટલે લાકડી, ભગવદ્ગોમંડલ પ્રમાણે ડાંગ એટલે મોટી, લાંબી અને મજબૂત લાકડી; લાંબી ને જાડી લાકડી; છેડે લોખંડ જડેલ વાંસની લાકડી.
Explore the meaning of Daang into Gujarati to Gujarati Dictionary and Bhagwadgomandal
ગુજરાતમાં આવેલ ડાંગ જિલ્લો ડુંગરાળ અને જંગલનો પ્રદેશ છે. અહીં સાગ-સાદડ અને વાંસનાં ગાઢ જંગલો વિસ્તૃત પ્રમાણમાં છે. રાજ્યના દક્ષિણ હિસ્સાના આ જિલ્લામાં ગિરા, અંબિકા, પૂર્ણા, ખાપરી અને સર્પગંગા જેવી પાંચ નદીઓ વહે છે.
પહેલાં ડાંગ જિલ્લાનો એકમાત્ર આહવા તાલુકો જ હતો, પરંતુ વિભાજન પ્રક્રિયા થયા પછી અન્ય બે તાલુકાઓ વઘઈ તથા સુબિરનો ઉમેરો થયો છે. ડાંગ જિલ્લાની 72 ટકા વસતિ આદિવાસી છે.
આજે પણ જ્યાં દીપડાઓ માનવ પર અને માનવો દીપડા પર હુમલા કરે છે, વાઘનું અસ્તિત્ત્વ આ વિસ્તાર પૂરતું નામશેષ થઈ ગયું છે, છતાં વાઘદેવ તરીકે તેની સ્થાપન દરેક ગામની બારીએ (એટલે કે વેશારે યા પાદરે) જોવા મળે છે, એવો ગુજરાતમાં આવેલો પ્રદેશ એટલે ડાંગ. ડાંગ જિલ્લાના કુલ 1,778 ચો.કિ .મી. વિસ્તારમાંથી 1,708 ચો.કિ.મી.નો વિસ્તાર જંગલમય છે, છતાં મોટા ભાગના નિવાસીઓનો ડાંગ સાથેનો પરિચય કેવળ સાપુતારા પૂરતો છે અને બિનનિવાસીઓનો પિરચય આહવા પૂરતો.
ડાંગ જિલ્લાનાં લોકનૃત્યોમાં મુખ્યત્વે ડાંગ નૃત્ય, ભાયા નૃત્ય, માદળ નૃત્ય અને ઠાકર્યા નૃત્યનો સમાવેશ થાય છે. જેમાં મનોરંજન માટે ડાંગ નૃત્ય તથા માદળ નૃત્ય અને ભક્તિ ભાવના વ્યકત ક૨વા માટે ભાયા તથા ઠાકર્યા નૃત્યો ક૨વામાં આવે છે.
ડાંગ જિલ્લાનાં વાદ્યો :-
ડાંગી પ્રજાનાં મુખ્ય વાદ્યોમાં થાળી,પાવરી કે જે ગાય કે બળદનું શીંગડુ (શીંગડું ન મળે તો તાડપત્રનો ઉપયોગ થાય છે) બે વાંસળી અને સૂકી દૂધીનું બનાવવામાં આવે છે. તે તથા ઢોલક, માદળ તેમ જ યઢાક કે ઢાંકાનો સમાવેશ થાય છે.
ડાંગ જિલ્લાનું લોકસાહિત્ય :-
ડાંગ પ્રદેશમાં બીજા આદિવાસી વિસ્તારો ક૨તાં લોક સાહિત્યમાં જોઈએ એટલું સંશોધન થયું નથી. તેમ છતાં જે પ્રજાએ ભીલ, કુકણા અને વા૨લી એ પ્રાદેશિક ઈતિહાસનાં ધડત૨માં સક્રિય ભાગ ભજવ્યો છે, ભોગ આપ્યો છે, તે આ એક વખતની સૂ૨ પ્રજા પાસે આજે લોકગીત અને સંગીત ક૨તા લોકવાર્તા (ગોઠ) રૂપે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. આ સાહિત્યમાં ડાંગી વાર્તાકારો સહેજ પણ પાછળ પડે તેવા નથી. ઘણી વા૨ કથનમાં પુનરાવર્તન થાય તોપણ વાર્તાનો ૨સ જરાયે ધટતો નથી. દ૨ વખતે વાર્તાનું નવું પાસું ઘ્યાન ખેંચે છે. ભૂત-ભૂતાળી તથા દેવ-દેવીઓની વાર્તાઓ અને તેનો આદિવાસીઓમાં પડનારો પડધો આપણે તેમના મનની પ્રગતિ, અવસ્થા તથા વિચારોના પ્રગટીક૨ણનો સારો એવો ખ્યાલ આપે છે. આવી વાર્તાઓ દ્વારા માનવી મન, વન્ય પશુ તથા નિસર્ગનું સુંદ૨ સંમિશ્રણ જોવા મળે છે. અહીંની વાર્તાઓમાં ડાંગ જેવા જંગલમય વિસ્તા૨ના આદિવાસી રાજાઓ પણ સાદી ઝૂંપડીમાં ૨હી લાકડાં તોડવાં તથા સામાન્ય પ્રજાજનોની માફક શિકા૨ ક૨વા જતા જોવા મળે છે. એવી રીતે લોકવાર્તામાં ડાંગની આદિવાસી સંસ્કૃતિને સારી રીતે આવરી લેવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં ભરતાં ડાંગ દરબાર વિશે જાણો
ડાંગી આદિવાસીઓના દેવોમાં હનુમાનજીની પૂજા વધારે થાય છે. એટલે ગામે-ગામ હનુમાનજીની મૂર્તિઓ હોય છે. તેને ‘ગાવ હનુમાન‘ કહેવામાં આવે છે.ડાંગી આદિવાસીઓના બાળકોના નામ મોટેભાગે રામાયણના પાત્રો પરથી વધારે જોવા મળે છે. એટલું જ નહિ આજે પણ ‘થાળી’ નામના વાદ્ય પર ડાંગી રામાયણની કથા કહેવામાં આવે છે .રામની સ્મૃતિ જંગલમય પ્રદેશને પાવન કરે છે.
એવી લોકવાયકા છે કે, પાંડવો પણ તેમના એક વર્ષના અજ્ઞાત વાસ દરમિયાન આ પ્રદેશમાં આવ્યા હતા. જેના પુરાવારૂપે પાંડવા ગામ પાસે ‘પાંડવ ગુફા‘ જીર્ણ અવસ્થામાં મોજુદ છે.
ડુંગરદેવની પૂજા :-
ડાંગી આદિવાસીઓમાં ડુંગર દેવની પૂજા અત્યંત મહત્ત્વનો દેવપૂજા છે. માગશરી પૂનમ પહેલા પંદર વીસ દિવસના ગાળામાં આ પૂજા કરવામાં આવે છે. પૂનમના દિવસે પૂજા સમાપ્ત થાય છે. આ પૂજા કેવળ ભગત દ્વારા જ થાય છે. આ પર્વના બીજા દિવસે ડુંગરદેવની પૂજા કરવામાં આવે છે, ત્યાં માવલીની ખળી (સ્થાનક) પર આખી રાત નાચ-ગાન થાય છે અને સવારે મરઘા -બકરાનો ભોગ આપવામાં આવે છે. પછી ત્યાં જ સમુહમાં ભોજન કરી સૌ ઘરે આવે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.