ભરૂચ જિલ્લો આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, વાગરા અને વાલિયા – એમ કુલ 9 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 663 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 6,524 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 15 લાખથી વધુ છે. 81%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
આ જિલ્લાનું મુખ્ય મથક ભરૂચ ગુજરાતનું બંદર સ્વરૂપનું જૂનામાં જૂનું પ્રથમ નગર છે. તેલના કૂવા માટે જાણીતું અંકલેશ્વર ભરૂચની જોડે જ આવેલું છે. અંકલેશ્વરમાં રાસાયણિક બનાવટોના વિવિધ ઉદ્યોગ ખીલ્યા છે. નર્મદાતટે શુક્લતીર્થ આ જિલ્લાનું પવિત્ર તીર્થ છે. શુક્લતીર્થ પાસે કબીરવડ છે, જે એના વિશાળ કદ અને એની પ્રાચીનતા માટે પ્રસિદ્ધ છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ