અમદાવાદ જિલ્લો અમદાવાદ, બાવળા, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ – એમ કુલ 9 તાલુકાનો બનેલ છે. અમદાવાદ જિલ્લામાં 488 જેટલાં ગામડાં આવેલાં છે. અમદાવાદ જિલ્લાનો કુલ વિસ્તાર 7,170 ચો. કિ.મી. છે. જ્યારે અંદાજીત વસ્તી 71 લાખથી વધુ છે. 85%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ છે અને તે ભારતના માન્ચેસ્ટરના નામથી પ્રખ્યાત છે. આર્થિક વિકાસની સાથે સાથે આગળ વધતાં અમદાવાદ શહેરને તાજેતરમાં જ ‘મેગા સિટી’નું બિરુદ આપવામાં આવેલ છે. અમદાવાદ શહેર તેમાં આવેલી પોળોને કારણે પણ જાણીતું છે. અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીએ નિવાસ કર્યો હતો. અમદાવાદમાં આવેલ સીદી સૈયદની જાળી, જુમા મસ્જિદ, ઝૂલતા મિનારા, હઠીસિંહનાં(હઠીસિંગ) દેરાં, અડાલજની વાવ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ જેવાં શિલ્પસ્થાપત્યની કોતરણીવાળાં અને ઐતિહાસિક સ્મારકના સ્થાનો અચૂકથી એક વાર જોવા જેવાં છે. અમદાવાદથી 70-75 કિ.મી.ના અંતરે આવેલું નળસરોવર ત્યાં આવતાં યાયાવર પંખીઓને કારણે જાણીતું છે. હરપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતું લોથલ અમદાવાદ જિલ્લાનું એક ખૂબ જ જાણીતું સ્થળ છે. મહાભારતના સમયમાં વિરાટનગર તરીકે જાણીતું આજનું ધોળકા તેની જામફળ અને દાડમની વાડીઓ માટે જાણીતું છે. સાત નદીઓના સંગમસ્થાન વૌઠામાં કાર્તિકી પૂનમે મોટો મેળો ભરાય છે. આ જિલ્લો મુખ્યત્વે કપાસ અને ભાલિયા ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.