૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ગુજરાતનાં રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન થયું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઈ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઈમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતના પ્રદેશનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઈ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬માં મુંબઈ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યના કેટલાક ભાગોનો સમાવેશ થયો હતો. નવા મુંબઈ રાજ્યના ઉત્તર ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી જ્યારે બાકીના ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી. ઈ.સ. ૧૯૬૦, ૧લી મેના રોજ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોના કારણે મુંબઈ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર – એમ બે રાજ્યોમાં વિભાજન કરવામાં આવ્યું. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાત રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોની પ્રમુખ જગ્યાઓ જેમકે લોથલ અને ધોળાવીરા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું. સ્વાયત્ત ગુજરાત રાજ્યની પ્રથમ રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા વિકસેલા ગાંધીનગરમાં ગુજરાત રાજ્યની રાજધાની ખસેડવામાં આવી.
ઔદ્યોગિક દૃષ્ટિએ ગુજરાત ભારત દેશનું મહત્ત્વનું સ્થાન ધરાવતું રાજ્ય છે. ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર ઘણો ઊંચો છે. ગુજરાતમાં ઘણા વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.