વડોદરા જિલ્લો ડભોઈ, દેસર, કરજણ, પાદરા, વડોદરા, વાઘોડિયા, સાવલી અને શિનોર – એમ કુલ 8 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 658 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 4,312 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 39 લાખથી વધુ છે. 78%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
એક વખતની ગાયકવાડી રાજધાની એવું વડોદરા મહેલો, ઉદ્યાનો, મંદિરો અને પ્રાણીસંગ્રહાલય માટે જાણીતું છે. આજે વડોદરા પેટ્રોકેમિકલ, કાચ, દવાઓ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે જાણીતું બન્યું છે. વડોદરા પાસે કોયલીમાં રિફાઈનરી થઈ છે. ડભોઈ એના કિલ્લા અને હીરાભાગોળ માટે ઇતિહાસ પ્રસિદ્ધ રહ્યું છે. આજવા અને નિમેટા પ્રવાસીઓ માટે વડોદરા નગરીનાં આકર્ષણ સ્થાનો છે. ચાંદોદ નર્મદા તટે આવેલું વિખ્યાત તીર્થસ્થળ છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ