બોટાદ જિલ્લો બરવાળા, બોટાદ, ગધાડા અને રાણપુર – એમ કુલ 4 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 185 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,564 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 1 લાખથી વધુ છે.
અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓમાંથી બે-બે તાલુકા લઈને બનાવવામાં આવેલ આ જિલ્લો ફક્ત 4 તાલુકા સાથેનો સૌથી નાનો જિલ્લો છે. બોટાદ જિલ્લામાં ખાસ કોઈ ઔદ્યોગિક વસાહતો નથી. એક રીતે જોવા જઈએ તો બોટાદ જિલ્લો કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ અને પાંચાલ પ્રદેશને જોડે છે. હનુમાનજીનું અદ્ભુત મંદિર સાળંગપુર ખાતે આવેલ છે, જે ગુજરાતનું એક અતિમહત્ત્વનું ધાર્મિક સ્થળ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.