1 |
|
पुं. |
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે મોહનવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૨૮ ગુરુ અને ૮ લઘુ મળી ૩૬ વર્ણની ૬૪ માત્રા હોય છે.
|
2 |
|
पुं. |
બળદની ખૂંધ.
|
3 |
|
स्त्री. |
આનંદ; પ્રસન્નતા; ઉત્સાહ; ઉમંગ.
|
4 |
|
स्त्री. |
ઉઠમણું; મુસલમાનોમાં મરણ પછી બીજે કે ત્રીજે દિવસે કરવામાં આવતી ક્રિયા.
|
5 |
|
स्त्री. |
પતરાજી; ગર્વ.
રૂઢિપ્રયોગ
|
6 |
|
न. |
અમુક પાંખડીની સંખ્યાવાળું કોતરકામ.
|
7 |
|
न. |
આતશબાજીમાંથી નીકળતો ફૂલ જેવો મોગરો; ચળકતો સુંદર તણખો; ચિનગારી.
|
8 |
|
न. |
આંખમાં બાઝતું છારીનું નાનું ટપકું; ફૂલું; આંખમાં એક જાતનો રોગ.
રૂઢિપ્રયોગ
ફૂલ પડવું = (૧) આંખની કીકીમાં ધોળો ડાઘો પડવો; ફૂલું પડવાનો રોગ થવો. (૨) બત્તીમાં મોગરો થવો.
|
9 |
|
न. |
એક જાતની મિશ્ર ઘાતુ. તે તાંબું અને કલાઈની મેળવણીથી થાય છે. આ ધાતુ ઉજળી અને સ્વચ્છ ચાંદીના રંગની હોય છે. તેમાં રાખવાથી દહીં અથવા ખાટી ચીજ બગડતી નથી. સારા ફૂલને બેધા કહે છે. સાધારણ ફૂલમાં ચાર ભાગ તાંબું અને એક ભાગ કલાઈ હોય છે, પણ બેધા ફૂલમાં ૧૦૦ ભાગ તાંબું અને ૨૭ ભાગ કલાઈ હોય છે. તેમાં કંઈક ચાંદી પણ પડે છે. આ ધાતુ બહુ કડક હોય છે અને થોડો આઘાત લાગવાથી તરત તૂટી જાય છે. તેના લોટા, વાટકા, પ્યાલા વગેરે બને છે. ફૂલ કાંસાને બહુ મળતું આવે છે, પણ તે બંનેમાં એ તફાવત છે કે કાંસામાં તાંબાની સાથે જસતનું મિશ્રણ થાય છે અને તેમાં ખાટી વસ્તુઓ બગડી જાય છે.
|
10 |
|
न. |
ઔષધિ વગેરે આંચ આપવાથી ફૂલીને પડતા પોચા પાસા.
|
11 |
|
न. |
કાતરેલી સોપારી; સોપારીનો કાતરેલો ઝીણો ભૂકો.
|
12 |
|
न. |
કાનના ઉપરના ભાગમાં પહેરવામાં આવતું એક જાતનું ઘરેણું.
|
13 |
|
न. |
ગોઠણ કે પગનું ગોળ હાડકું.
|
14 |
|
न. |
ઘીનું કીટું.
|
15 |
|
न. |
જેમાં ગર્ભ બંધાય છે તે સ્ત્રીઅવયવ; કમળ.
|
16 |
|
न. |
તરવારની મૂઠનો એક ભાગ. તરવારની મૂઠનો મોગરો, ફૂલ, કેગની, કટારી, પૂતળા, પરજ અને નખા એવા ભાગ હોય છે.
|
17 |
|
न. |
દારૂ; શરાબ.
|
18 |
|
न. |
નાકનો કાંટો; ચૂંક.
|
19 |
|
न. |
નાનું બચ્ચું.
|
20 |
|
न. |
પગની આંગળીએ પહેરવાનું એક જાતનું ઘરેણું.
|
21 |
|
न. |
પુરુષની ઇંદ્રિયનો આગળનો ભાગ કે માથું; મણિ.
|
22 |
|
न. |
પુષ્પ; સુમન; કુસુમ; જેમાંથી બીજ ઉત્પન્ન થાય એવો વનસ્પતિનો અવયવ; ઝાડ, છોડ અને વેલી વગેરેનો આકર્ષક, સુગંધી અને પાંદડાંઓવાળો શાખાને છેડે નીકળેલો સુંદર અંકુરાવયવ. કેટલાક છોડની કળી પણ ફૂલ કહેવાય છે. ફૂલમાં મુખ્ય ચાર વિભાગ કે અંગ હોય છેઃ બાહ્યાચ્છાદન, અંતરાચ્છાદન, પુંકેસર અને સ્ત્રીકેસર. મોટાં ફૂલના પાંચ ભાગ હોય છેઃ કટોરી, લીલી પાંદડી ( વજ્ર ), પાંખડી, પુંકેસર અથવા પરાગકેસર અને સ્ત્રીકેસર અથવા ગર્ભકેસર. ડાંખળીનો ફૂલ તરફનો જે જાડો છેડો હોય છે અને જેના ઉપર ફૂલનું આખું શરીર રહેલું હોય છે તેને કટોરી કહે છે. આની ચારે બાજુ જે લીલી પાંદડીઓ હોય છે. તેના સંપુટમા કળીની અવસ્થામાં ફૂલ બંધાયેલ રહે છે. આ સપુંટની પાંદડીઓ જુદા જુદા છોડમાં જુદા જુદા આકારની હોય છે. બટનના આકારનો જે મધ્યભાગ હોય છે, તેની ચારે બાજુ રંગબેરંગી દલ નીકળે છે, જેને પાંખડીઓ કહે છે. ફૂલની શોભા ઘણુંકરીને આ રંગબેરંગી પાંખડીઓને લઈને જ હોય છે; પરંતુ વચમાં બટનના આકારનો જે ભાગ હોય છે, તે જ ફૂલનો અગત્યનો ભાગ છે. તેમાં પુકેસર અને સ્ત્રીકેસર હોય છે. ક્ષુદ્ર પ્રકારનાં ફૂલોમાં વજ્ર, પાંખડી વગેરે કશું નથી હોતું, માત્ર બટનના આકારની ગાંઠ જ હોય છે. વનસ્પતિશાસ્ત્રની દષ્ટિથી આ ગાંઠ જ વાસ્તવમાં ફૂલ છે. બાકીનો ભાગ તો તેના રક્ષણ માટે કે શોભા માટે જ હોય છે. બંને જાતનાં કેસર પાતળાં સૂતરના આકારનાં હોય છે. પુંકેસરના છેડા ઉપર એક નાની ગોળી જેવું હોય છે, જેમાં પરાગ અથવા રજ રહે છે. આ પુકેસર પુલ્લિંગ જનનેંદ્રિય છે. સ્ત્રીકેસર બિલકુલ વચમાં હોય છે. તેનો નીચલો ભાગ કે આધાર કોષના આકારનો હોય છે. તેની અંદર ગર્ભાંડ રહેલાં હોય છે અને ઉપરનો છેડો કંઈક પહોળો હોય છે. જ્યારે પુંકેસરનો પરાગ ઉડીને સ્ત્રીકેસરના આ મુખ ઉપર પડે છે. ત્યારે અંદરના ગર્ભકોષમાં જઈ ને ગર્ભાંડને ગર્ભિંત કરે છે. તેના યોગે કરીને તે બીજનું રૂપ ધારણ કરે છે અને ફળની ઉત્પત્તિ થાય છે. ગર્ભાધાનના વિચારથી છોડ કેટલાય પ્રકારના થાય છે. કેટલાકમાં એક જ છોડમાં સ્ત્રીપુષ્પ અને નરપુષ્પ જુદાં જુદાં હોય છે. જેમક, કાકડી, ચીભડું. આમાં અમુક ફૂલોમાં માત્રા સ્ત્રીકેસર હોય છે અને અમુક ફૂલોમાં માત્ર પુંકેસર હોય છે. આવા છોડમાં ગર્ભકોષમાં પરાગ કાં તો હવાથી ઉડીને અથવા જંતુઓની મારફતે પહોંચે છે. મકાઈના છોડમાં નરપુષ્પ છોગાની ટોચ ઉપર મંજરીના રૂપમાં આવે છે, સ્ત્રીપુષ્પ છોડના મધ્ય ભાગમાં છૂટાંછવાયા લાગે છે. અને પોષણ મળતાં વાળના આકારનાં થઈ જાય છે. એવા છોડ પણ હોય છે કે જેમાં નરછોડ અને સ્ત્રી છોડ જુદા જુદા હોય છે. નરછોડમાં નરપુષ્પ આવે છે અને સ્ત્રીછોડમાં સ્ત્રીપુષ્પ આવે છે પરંતુ ઘણાખરા છોડમાં તો પુંકેસર અને સ્ત્રીકેસર એક જ ફૂલમાં હોય છે. કોઈ એક સામાન્ય જાતિની અંતર્ગત સંકરજાતિના છોડ પણ ઉત્પન્ન થઈ શકે છે. જેમકે, એક પ્રકારના લીંબુનો પરાગ બીજા પ્રકારના લીંબુના ગર્ભકોષમાં જઈ પડે તો તેનાથી સંકરજાતિનું લીબું ઉત્પન્ન થઈ શકે છે; પરંતુ આ પ્રમાણે એક જ જાતિના છોડમાં થઈ શકે છે. ફૂલ અનેક આકાર તથા પ્રકારનાં હોય છે. ફૂલોનો ઉપયોગ બહુ પ્રાચીન કાળથી શોભા અને સુગંધને માટે થતો આવેલ છે. દુનિયામાં તેલ, અત્તર વગેરે સુગંધી દ્રવ્ય અત્યાર સુધીમાં મોટે ભાગે ફૂલેમાંથી જ તૈયાર થયેલ છે. સુકુમારતા, કોમળતા અને સૌંદર્ય માટે ફૂલ બધા દેશના કવિઓમાં સુપ્રસિદ્ધ છે.
રૂઢિપ્રયોગ
૧. આવળનાં ફૂલ = દેખીતું રૂપાળું પણ અંદરના ગુણ વગરનું.
૨. ધોળું ફૂલ જેવું = (૧) ઘણું જ સ્વચ્છ. (૨) બહુ જ ધોળું.
૩. ફૂલ આવવું = (૧) આશા બંધાવી. ઝાડને પ્રથમ ફૂલ આવ્યા પછી ફળ આવે છે, તે ઉપરથી આ પ્રયોગ થયો છે. (૨) ફૂલ બેસવું. (૩) સ્ત્રીને અટકાવ આવવો.
૪. ફૂલ ખરવાં = મોઢામાંથી અપશબ્દ નીકળવા.
૫. ફૂલ ગૂંથવાં = કામધંધો હોવા છતાં નવરા બેસી રહેવું. ફૂલ ગૂંથનાર ફૂલની સુવાસમાં લહેર ખાધા કરે છે, અને તેથી તે પડતી મૂકી બીજું કામ કરવામાં ચિત્ત લાગતું નથી. તે ઉપરથી આમ બોલાય છે.
૬. ફૂલ ચડાવવાં = (૧) મૂર્તિ કે કબર ઉપર ફૂલ અર્પણ કરવાં. (૨) સેવા કરવી.
૭. ફૂલ ચણવાં-ચૂંટવાં-તોડવાં = ફૂલ તોડીને એકઠાં કરવાં.
૮. ફૂલ ઝરવાં = મીઠું અને સુંદર ભાષણ કરવું; મોઢેથી મીઠી વાણી નીકળવી.
૯. ફૂલ ઠારવાં = સંતોષ પમાડવો.
૧૦. ફૂલ તુલસી છાંટવાં = મીઠાં વચનો સંભળાવવાં.
૧૧. ફૂલ થવું = ફૂલ બેસવું.
૧૨. ફૂલ ન ફરકવું = કશી પણ હરકત ન આવવી.
૧૩. ફૂલ નહિ તો ફૂલની પાંખડી = યથાશક્તિ જે કંઈ બની શકે તે; ઝાઝું નહિ તો થોડું.
૧૪. ફૂલ પાડવાં = ગરમી આપીને ફુલાવવું.
૧૫. ફૂલ ફરકવું = નુકસાન થવું; ઈજા થવી.
૧૬. ફૂલ બેસવું = પુષ્પ થવું.
૧૭. ફૂલ લેવું = રાજાની હજામત કરવી.
૧૮. ફૂલ સૂંઘીને રહેવું = બહુ થોડું ખાવું જે સ્ત્રી થોડું ખાવાનો ઢોંગ કરતી હોય તેને માટે આ પ્રયોગ વપરાય છે.
૧૯. ફૂલની છડી = ફૂલ વીંટેલી લાંબી લાકડી.
૨૦. ફૂલની પાંખડી = નજીવી ભેટ.
૨૧. ફૂલની માફક રાખવું = (૧) બધી ઈચ્છા પૂરી કરવી. (૨) બહુ સંભાળવું.
૨૨. ફૂલને ઘોડે ચડવું = ખોટો ભપકો મારવો.
૨૩ ફૂલે વધાવવું = ફૂલોથી વધાવવાની જેમ કોઈનો ખરા અંતઃકરણથી આદારસત્કાર કરવો; દેવની પેઠે ભાવપૂર્વક આવકાર આપવો.
૨૪. ફૂલોની સેજ = (૧) આનંદની શય્યા. (૨) ફૂલોની પથારી.
૨૫. ફૂલોનું ઘરેણું = (૧) નાજુક કે કમજોર વસ્તુ, જે થોડા વખત માટે શોભાને માટે હોય. (૨) ફૂલોની માળા, હાર વગેર શણગારનો સામાન.
૨૬. શૂળીને ફૂલ = દેખાવમાં સુંદર પણ પ્રાણઘાતક નીવડે તેવી બાબાત કે વસ્તુ.
૨૭. હલકું ફૂલ = ફૂલના જેવું હલકું.
|
23 |
|
न. |
પુષ્પના આકારની વસ્તુ.
|
24 |
|
न. |
પ્રવાહી પદાર્થ સુકાવી જમાવેલ પતરાં કે વરખ.
|
25 |
|
न. |
ફૂલકોબી.
|
26 |
|
न. |
ફૂલના જેવો સુંદર ઘાટ.
|
27 |
|
न. |
ફુલાઈ જવું તે; ફૂલવાની ક્રિયા કે ભાવ.
રૂઢિપ્રયોગ
૧. ફૂલને ઘોડે ચડવું = ફૂલણજી થવું; ખોટો દેખાવ કરવો.
૨. ફૂલી બાઈની ફૂલ અને છોકરાં ખાય ધૂળ = વાહવાહથી કશો ફાયદો નથી, પણ રળવાથી પેટ ભરી શકાય; લુખ્ખી વાતોથી કશું વળતું નથી; વાતરૂપી પકવાન્નથી ભૂખ ભાંગે નહિ.
|
28 |
|
न. |
( ન્યાય ) બાર માંહેનું એક પ્રમેય. પ્રમેય બાર છેઃ આત્મા, શરીર, ઇંદ્રિય, અર્થ, બુદ્ધિ, ધર્મ, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યેભાવ, ફૂલ, દુઃખ અને અપવર્ગ.
|
29 |
|
न. |
માછલું.
|
30 |
|
न. |
મૃતદેહનાં બળેલાં હાડકાંના કટકા; હાડકાંની ઝીણી કટકી.
રૂઢિપ્રયોગ
ફૂલ નાખવાં = બળેલા મડદાનાં હાડકાંના કટકા જેવા ઝીણા રહેલા ભાગને પવિત્ર સ્થાનવાળા પાણીના ભાગમાં પધરાવવા.
|
31 |
|
न. |
રવઈનો ચાર પાંખિયાવાળો છેડો.
|
32 |
|
न. |
વજનમાં હલકી ચીજ.
|
33 |
|
न. |
શેતરંજી કે ગાલીચા ઉપર પડેલો ફૂલનો આકાર.
|
34 |
|
न. |
શ્વેત કોઢ.
|
35 |
|
न. |
સત્ત્વ; સાર.
|
36 |
|
न. |
સરસ વસ્તુ.
|
37 |
|
न. |
સ્ત્રીને આવતો માસિક અટકાવ; રજ; ઋતુ.
|
38 |
|
वि. |
સરસ; ઉત્તમ.
|