2 |
[सं. आया, प्रा. आव] |
અ○ક્રિ○ |
દૂર હોય ત્યાંથી પાસે જવું-તેવી ગતિ કરવી; પહોંચવું જેમ કે, તે ગામમાં આવ્યો.(૨) -ની સ્થિતિ કે જગા હોવી. ઉદા○ અમદાવાદ ગુજરાતમાં આવ્યું. લંડન ક્યાં આવ્યું?(3) ન હોય ને આવી લાગવું, કે જણાવું, કે જન્મવું, કે દેખા દેવી, કે ફળવું ફૂલવું. જેમ કે, આંબે કેરી આવી; ઓણ બોરડી સારી આવી; ગુલાબ હવે આવવા લાગ્યો છે; દાદાને તાવ આવ્યો; તેના ધ્યાનમાં આવ્યું (૪) (કપડું કે પોષાકની ચીજ) બરોબર બેસવું. જેમ કે, તેને મારી ટોપી આવે છે? (૫) (કોઈ વસ્તુ) (બરોબર) ઊતરવી, નીપજવી, બનવી. જેમ કે, હવે ખરો ઘાટ આવ્યો; આ ચિત્ર બરાબર આવ્યું નથી (૬) કોઈ ભાવ ઉત્પન્ન થવો. જેમ કે, દયા, ગુસ્સો, ક્રોધ આવવો (૭) થવું, હિસાબે ઊતરવું, સમાવું, ગોઠવાવું, માવું, વળતરરૂપે મળવું, એવા ભાવ બતાવે છે. જેમ કે, ખર્ચ કેટલું આવ્યું ?વાસણનું વજન બશેર આવ્યું.ઊંચાઈ પ” આવી. આ કપડામાં કેટલું આવશે? રૂપિયાનું કેટલું શાક આવ્યું? (૮) શરીરનું કોઈ અંગ આવવું=તે અંગ ફૂટવું કે કામ દેતું થવું કે તેનું દરદ થવું-એવા અર્થ જુદે જુદે ઠેકાણે બતાવે છે.(તેને ‘અંગ’ માં જુઓ) જેમ કે, બાળકને દાંત આવે છે; પગ આવ્યા; જીભ આવી; મોઢું આવવું ઇ○ (૯) બીજા ક્રિયાપદના સહકારીપણામાં તે ક્રિયાનું ભૂતકાળથી ચાલુપણું બતાવે છે. જેમ કે, આ ભૂલ થતી આવી છે; આ રિવાજ ચાલ્યો આવે છે. અથવા તે ક્રિયા આવવાની ક્રિયા સાથે સાથે-ભેગાભેગી થઈ એમ બતાવે છે. જેમ કે, હું તેમને કહેતો (એટલે ભેગાભેગી કહીને) આવ્યો છું, ફરી કહેવા જવાની જરૂર નથી. એમને કહેતો આવજે.(આ પ્રયોગમાં પ્રાય: વર્તમાન કૃ○ સાથે યોગ આવે છે .).અથવા ક્રિ○ ના અ○ ભૂત કૃ○ સાથે, તે ક્રિયા થયા બાદ આવવું એમ બતાવે છે. જેમ કે, તે તેને પૂછી આવ્યો. અથવા સપ્તમી વિ○ સામાન્ય (૮૬ પાનાં પરથી પાંચ લીટીઓ ઉતારવી) કૃ ○ જોડે, તે ક્રિયા કરવામાં પ્રયાણ કે ગતિ થવી, તે કરાવી; એવો ભાવ ને જાહેરાત કરાતા અર્થની છાયા બતાવે છે. જેમ કે, હ હવેથી ઠરાવવામાં આવે છે. ગુનેગારને દંડ કરવામાં આવશે.(૧૦) આવવું સહાયકારી ક્રિ○ તરીકે બીજા ક્રિ○ સાથે આવે છે.(ત્યારે કેટલાંક ક્રિ○ માં તે અણધારી થવાનો ભાવ અર્પે છે)
|