26 |
[ સં. ] |
पुं. |
મહાદેવ; શંકર; શંભુ; સંહાર શક્તિરૂપ ઈશ્વર. શિવ એવું નામ વેદોમાં જણાતું નથી. પણ વેદોમાં એ દેવને રુદ્ર કહ્યો છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. ઋગ્વેદમાં રુદ્રને ભાવનામાંથી ઉદ્દભવ્યા છે. ઋગ્વેદમાં રુદ્રને રોગશામક, સૂર્ય સમાન તેજસ્વી, સુંદરમાં સુંદર અને વરપ્રદાન કરનાર દેવ તરીકે વર્ણવ્યા છે. યજુર્વેદમાં શતરુદ્રિયસ્તવનમાં પણ એને દયાવાન દેવ તરીકે વર્ણવ્યા છે. એનો વર્ણ રક્ત અને કંઠ નીલ છે. તેને પશુઓના પાલક અને ત્ર્યંબક કે ત્રિનેત્ર કહેલ છે. બ્રાહ્મણ ગ્રંથોમાં લખ્યું છે કે, જ્યારે રુદ્ર જનમ્યા ત્યારે એ રડ્યા તેથી તેનું નામ રુદ્ર પડયું ઉપનિષદમાં તેને એક જ દેવ તરીકે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ રૂપ વર્ણન વર્ણવ્યા છે રામાયણમાં શિવને મોટા દેવ કહ્યા છે છતાં એ રામનું પ્રભુત્વ સ્વીકારે છે. મહાભારતમાં પણ સમગ્ર રીતે વિષ્ણુ કરતાં તેને વિશેષ માન મળે છે. આવી રીતે વેદમાંના રુદ્રદેવ મહાન અને શક્તિમાન શિવનું રૂપ ધર્યું છે અને એને ત્રિમૂતિમા પદ પ્રાપ્ત થયું છે. આખરે એ સંહાર કરનાર દેવ મનાઇ એની શક્તિઓ ઘણી વિસ્તૃત બની ગઇ છે. સંહાર પછી સર્જન દેવ હોય છે જે, એટલે શિવ શંકર રૂપે પાછું પુન: સર્જન પણ કરે છે. આ પ્રમાણે શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાવા માંડ્યા અને એને મહાદેવ કે સૌથી શ્રેષ્ઠ દેવ એવી ઉપાધિ પ્રાપ્ત થઈ. ઘણાખરા ધર્મમાં હોય છે એમ સર્જનહાર તરીકે ઉત્પાદક શક્તિના ચિહ્ન તરીકે એ લિગં રૂપે પૂજાય છે. એ રૂપે જ અગર ઉત્પાદક શક્તિના બીજા સ્ત્રીશક્તિ રૂપ તરીકે યોનિના ચિહ્ન તરીકે પણ એની પૂજા થાય છે. પ્રજોત્પત્તિ એ ગૂઢ ખયાલમાં ન આવે એવી બાબત હોઈ જ્યાં જ્યાં સર્જન સંબંધી વાત આવે ત્યાં ત્યાં એનાં જ રૂપક અપાય છે. શિવનું ત્રીજુ સ્વરૂપ મહાયોગી તરીકે છે. યોગી રૂપે એ સદા ધ્યાનમગ્ન જ રહે છે. સદા ઉગ્ર તપ કરનાર એ મહા તપસ્વી છે. એમના ચમત્કાર અને શક્તિઓ અગાધ હોઈ, શુદ્ધ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી તેઓ બ્રહ્મસ્વરૂપ જ બન્યા છે. આ સ્વરૂપે એ દિગંબર છે, ધૂર્જટિ છે. એમના સંહારક શક્તિને અંગે એ ભૈરવ છે. ભૂત, પિશાચ વગેરે યોનિઓના અધિપતિ તરીકે તે ભૂતપતિ કહેવાય છે. એમનો વાસ બહુધા શ્મશાનમાં હોય છે. સર્પો એ એમનાં આભૂષણો છે. એ રુંઢમાળા ધારણ કરે છે. ભૂતગણો એમની હજૂરમાં હમેશ રહે છે. કેટલીક વખત ભાંગ, ધતૂરો, આકડો વગેરે માદક પદાર્થોથી ઉન્મત બની પોતાની દેવી શક્તિની સાથે નૃત્ય કરે છે. એમનું નૃત્ય લાસ્ય ન હોતાં તાંડવ છે. તેમના વાદ્યો પણ શૃંગી, ડમરુ, રણશિંગું વગેરે છે. પોઠીઓ કે નંદી એ એમનું વાહન છે. ત્રિશૂળ, શૂળ, ધનુષ્ય એ તેમનાં આયુધો છે. તેમના ધનુષ્યનું નામ પિનાક છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ છે. એમના ભાલમાં ભમરોની વચ્ચે ત્રીજું નયન છે. એમાંથી નીકળતો અગ્નિ ઘણો પ્રચંડ છે. પોતાના જટાજૂથ પર અર્ધચંદ્ર ધારણ કરે છે. પોતે ધ્યાનસ્થ હતા તે વખતે દેવોનું હિત કરવાના આશયથી કામદેવે એમના મનમાં પ્રવેશી વ્યથા કરી પાર્વતી સંભરાવ્યાં. આ ઉપરથી ક્રોધ કરી કામદેવ એટલે મદનને એમણે પોતાના ત્રીજા નયનના અગ્નિ વડે જ બાળીને ભસ્મીભૂત કર્યો હતો. પ્રલયકાળે પણ એ જ ત્રીજા નયનમાંથી નીકળતો અગ્નિ જ બધાનો નાશ કરશે. કાશીમાં વિશ્વેશ્વર નામની એમની વિભૂતિ ઘણી જ પવિત્ર અને પૂજનીય મનાય છે. તેને પાંચ મુખ તથા ચાર હાથ છે અને તેના ગળામાં નાગકુંડળ છે. તેના હાથમાં પિનાક નામનું ત્રિશૂળ છે. તેનું વસ્ત્ર, વાઘ, હરણ અથવા હાથીનું ચામડું છે. તેથી તેને કૃત્તિવાસસ કહેવામાં આવે છે. નંદી નામનો આખલો સામાન્ય રીતે તેની સાથે રહે છે. તે અજગવ નામનું ધનુષ તથા ડમરુ રાખે છે. ખટ્વાંગ નામની ગદા રાખે છે. ગુનેગારને પકડવા પાશ હાથમાં રાખે છે. તેણે બ્રહ્માનું એક માથું કાપી નાખ્યું છે; કેમકે બ્રહ્મા અસભ્ય રીતે વર્તતા હતા. શિવનાં હજાર નામ આ પ્રમાણે છેઃ સ્થિર, સ્થાણુ, પ્રભુ, ભીમ, પ્રવર, વર, વરદ, સર્વાત્મા, સર્વવિખ્યાત, સર્વ, સર્વકર, ભવ, જટી, ચર્મી, શિખંડી, સર્વાંગ, સર્વભાવન, હર, હરિણાક્ષ, સર્વભૂતહર, પ્રભુ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, નિયત, શાશ્વત, ધ્રુવ, સ્મશાનવાસી, ભગવત્, ખેચર, ગોચર, અર્દન, અભિવાદ્ય, મહાકર્મા, તપસ્વી, ભૂતભવ, ઉન્મત્તવેષપ્રચ્છન્ન, સર્વલોકપ્રજાપતિ, મહારૂપ, મહાકાય, વૃષરૂપ, મહાયશા, મહાત્મા, સર્વભૂતાત્મા, વિશ્વરૂપ, મહાહનુ, લોકપાલ, અંતર્હિતાત્મા, પ્રસાદ, હયગર્દભિ, પવિત્ર, મહત્, નિયમ, નિયમાશ્રિત, સર્વકર્મા, સ્વયંભૂત, આદિ, આદિકર, નિધિ, સહસ્ત્રાક્ષ, વિશાલાક્ષ, સરૂપ, નક્ષત્રસાધક, ચંદ્ર, સૂર્ય, શનિ, કેતુ, ગ્રહ, ગ્રહપતિ, વર, અત્રિ, અત્ર્યાનમસ્કૃત, મૃગબાણાર્પણ, અનાગ, મહાતપા, ઘોરતપા, અદીન, દીનસાધક, સંવત્સર, મંત્ર, પ્રમાણ, પરમતપ, યોગી, યોજ્ય, મહાબીજ, મહારેતા, મહાબલ, સુવર્ણરેતા, સર્વજ્ઞ, સુબીજ, બીજવાહન, દશબાહુ, અનિમિષ, નીલકંઠ, ઉમાપતિ, વિશ્વરૂપ, સ્વયંશ્રેષ્ઠ, બલવીર, અબલ, ગુણ, ગણકર્તા, ગણપતિ, દિગ્વાસા, કામ, મંત્રવિદ્, પરમ, મંત્ર, સર્વભાવક, હર, કમંડલધુર, ધન્વી, બાણહસ્ત, કપાલવત્, અશની, શતઘ્ની, ખંડી, પટ્ટિશી, આયુધી, મહત્, સ્ત્રુવહસ્ત, સુરૂપ, તેજસ, તેજસ્કરનિધિ, ઉષ્ણીષી, સુવકત્ર, ઉદગ્ર, વિનત, દીર્ઘ, હરિકેશ, સુતીર્થ, કૃષ્ણ, શૃગાલરૂપ, સિદ્ધાર્થ, મુંડ, સર્વશુભકર, અજ, બહુરૂપ, ગંધધારી, કપર્દી, ઊર્ધ્વરેતા, ઊર્ધ્વલિંગ, ઊર્ધ્વશાયી, નભસ્થલ, ત્રિજટ, ચીરવાસા, રુદ્ર, સેનાપતિ, વિભુ, અહશ્ચર, નકતંચર, તિગ્મમન્યુ, સુવર્ચસ, ગજધ્ન, દૈત્યધન, કાલ, લોકધાતા, ગુણાકર, સિંહશાર્દૂલરૂપ, આર્દ્રચર્મામ્બરાવૃત, કાલયોગી, મહાનદા, સર્વકામ, ચતુષ્પથ, નિશાચર, પ્રેતચારી, ભૂતચારી, મહેશ્વર, બહુભૂત, બહુધર, સ્વર્ભાનુ, અમિત, ગતિ, નિત્યપ્રિય, નિત્યનર્ત, નર્તક, સર્વલાલસ, ઘોર, મહાતપા, પાશ, નિત્ય, ગિરિરુહ, નભ, સહસ્ત્રહસ્ત, વિજય, વ્યવસાય, અતંદ્રિત, અઘર્ષણ, ઘર્ષણાત્મા, યજ્ઞધ્ન, કામનાશક, દક્ષયાગાપહા, સુસહ, મધ્યમ, તેજોપહારી, બલઘ્ન, મુદિત, અર્થ, અજિત, અવર, ગંભીરઘોષ, ગંભીર, ગંભીર બાલવાહન, ન્યગ્રોધરુપ, ન્યોગ્રોધ, વૃષકર્ણસ્થિતિ, વિભુ, સુતીક્ષ્ણદશન, મહાકાય, મહાનન, વિષ્વકસેન, હરિ, યજ્ઞ, સંયુગાપીડવાહન, તીક્ષ્ણતાપ, હર્યશ્વ, સહ, કર્મકાલવિદ, વિષ્ણુ પ્રસાદિત, યજ્ઞ, સમુદ્ર, વડવામુખ, હુતાશનસહ, પ્રશાંતાત્મા, હુતાશન, ઉગ્રતેજા, મહાતેજા, જન્ય, વિજયકાલવિદ, જ્યોતિષામયન, સિદ્ધિ, સર્વવિગ્રહ, શિખી, મુંડી, જટી, જ્વાલી, મૂર્તિજ, મૂર્દ્ધગ, બલી, વેણવી, પણવી, તાલી, ખલી, કાલકકંટક, નક્ષત્રવિગ્રહમતિ, ગુણબુદ્ધિ, લય, અગમ, પ્રજાપતિ, વિશ્વબાહુ, વિભાગ, સર્વગ, અમુખ, વિમોચન, સુસરણ, હિરણ્યકવચોદ્ભવ, મેઢ્રજ, બલચારી, મહીચારી, સ્ત્રુત, સર્વતૂર્ય, નિનાદી, સર્વાતોદ્યપરિગ્રહ, વ્યાલરૂપ, ગુહાવાસી, ગુહ, માલી, તરંગવિદ, ત્રિદશ, ત્રિકાધૃક, કર્મસર્વબંધવિમોચન, અસુરેંદ્રાણાંબંધન, યુધિશત્રુવિનાશન, સૌખ્યપ્રસાદ, દુર્વાસા, સર્વસાધુનિષેવિત, પ્રસ્કંદન, વિભાગજ્ઞ, અતુલ્ય, યજ્ઞભાગવિદ, સર્વવાસ, સર્વચારી, વાસવ, અમર, હૈમ, હેમકર, અયજ્ઞસર્વધારી, ધરોત્તમ, લોહિતાક્ષ, મહાક્ષ, વિજયાક્ષ, વિશારદ, સંગ્રહ, નિગ્રહ, કર્તા, સર્પચીરનિવસન, મુખ્ય, અમુખ્ય, દેહ, કાહલિ, સર્વકામદ, સર્વકાલપ્રસાદ, સુબલ, બલરૂપધૃક, સર્વકામવર, સર્વદ, સર્વતોમુખ, આકાશનિર્વિરૂપ, નિપાતી, અવશ, સ્વગ, રૌદ્રરૂપ, અંશુ, આદિત્ય, બહુરશ્મિ, સુવર્ચસ, વસુવેગ, મહાવેગ, મનોવેગ, નિશાચર, સર્વવાસી, શ્રિયાવાસી, ઉપદેશકર, આકાર, મુનિ, આત્મ નિરાલોક, સંભગ્ન, સહસ્ત્રદ, પક્ષી, પક્ષરૂપ, અતિદીપ્ત, વિશાંપતિ, ઉન્માદ, મદન, કામ, અશ્વત્થ, અર્થકર, યશ, વામદેવ, વામ, પાચ, દક્ષિણ, વામન, સિદ્ધયોગી, મહર્ષિ, સિદ્ધાર્થ, સિદ્ધસાધક, ભિક્ષુ, ભિક્ષુરૂપ, વિપણ, મૃદદવ, અવ્યય, મહાસેન, વિશાખ, પષ્ટિભાગ, ગવાંપતિ, વજ્રહસ્ત, વિષ્કંભી, ચમૂસ્તંભન, વૃત્તાવૃત્તકર, તાલ, મધુ, મધુકલોચન, વાચસ્પત્ય, વાજસન, નિત્યમાશ્રમપૂજિત, બ્રહ્મચારી, લોકચારી, સર્વચારી, વિચારવિદ, ઈશાન, ઈશ્વર, કાલ, નિશાચારી, પિનાકવાન, નિમિત્તસ્થ, નિમિત્ત, નંદિ, નંદિકર, હરિ, નંદિશ્વર, નંદી, નંદન, નંદિવર્ધન, ભગહારી, નિહંતા, કાલ, બ્રહ્મ, પિતામહ, ચતુર્મુખ, મહાલિંગ, ચારુલિંગ, લિંગાધ્યક્ષ, સુરાધ્યક્ષ, યોગાધ્યક્ષ, યુગાવહ, બીજાધ્યક્ષ, બીજકર્તા, અધ્યાત્માનુગત, બલ, ઇતિહાસ, સંકલ્પ, ગૌતમ, નિશાકર, દંભ, અદંભ, વૈદંભ, વશ્ય, વશકર, કલિ, લોકકર્તા, પશુપતિ, મહાકર્તા, અનૌષધ, અક્ષર, પરમબ્રહ્મ, બલવાન, શક્ર, નીતિ, અનીતિ, શુદ્ધાત્મા, શુદ્ધ, માન્ય, ગતાગતિ, બહુપ્રસાદ, સુસ્વપ્ન, દર્પણ, અમિત્રજિત, વેદકાર, મંત્રકાર, વિદ્વાન, સમરમર્દન, મહામેઘનિવાસી, મહાઘોર, વશી, કર, અગ્નિજ્વાલ, મહાજ્વાલ, અતિધૂમ્ર, હુત, હવિ, વૃષણ, શંકર, નિત્યંવર્ચસ, ધૂમકેતન, નીલ, અંગલુબ્ધ, શોભન, નિરવગ્રહ, સ્વસ્તિદ, સ્વસ્તિભાવ, ભાગી, ભાગકર, લઘુ, ઉત્સંગ, મહાંગ, મહાગર્ભપરાયણ, કૃષ્ણવર્ણ, સુવર્ણ, સર્વદેહિનામિંદ્રિય, મહાપાદ, મહાહસ્ત, મહાકાય, મહાયશા, મહામૂર્ધા, મહામાત્ર, મહાનેત્ર, નિશાલય, મહાંતક, મહાકર્ણ, મહોષ્ઠ, મહાહનુ, મહાનાસ, મહાકંબુ, મહાગ્રીવ, શ્મશાનભાજ, મહાવક્ષા, મહોરસ્ક, અંતરાત્મા, મૃગાલય, લંબન, લંબિતોષ્ઠ, મહામાપ, પયોનિધિ, મહાદંત, મહાદંષ્ટ્ર, મહજિહ્વા, મહમુખ, મહાનખ, મહારોમા, મહાકેશ, મહાજટ, પ્રસન્ન, પ્રસાદ, પ્રત્યય, ગિરિસાધન, સ્નેહન, અસ્નેહન, અજિત, મહમુનિ, વૃક્ષાકાર, વૃક્ષકેતુ, અનલ, વાયુવાહન, ગંડાલી, મેરુધામા, દેવધિપતિ, અથર્વશીર્ષ, સામાસ્ય, ઋક્સહસ્ત્રમિતેક્ષણ, યજુઃપાદભુજ, ગુહ્ય, પ્રકાશ, જંગમ, અમોઘાર્થ, પ્રસાદ, અભિગમ્ય, સુદર્શન, ઉપકાર, પ્રિય, સર્વ, કનક, કાંચનછવિ, નાભિ, નંદિકર, ભાવ, પુષ્કરસ્થપતિ, સ્થિર, દ્વાદશ, ત્રાસન, આદ્ય, યજ્ઞ, યજ્ઞસમાહિત, નક્ત, કલિ, કાલ, મકર, કાયપૂજિત, સગણ ગણકાર, ભૂતવાહનસારથિ, ભસ્મશય, ભસ્મગોપ્તા, ભસ્મભૂત, તરુ, ગણ, લોકપાલ, અલોક, મહાત્મા, સર્વપૂજિત, શુક્લ, ત્રિશુક્લ, સંપન્ન, શુચિ, ભૂતનિષેવિત, આશ્રમસ્થ, ક્રિયાવસ્થ, વિશ્વકર્મમતિ, વર, વિશાલશાખ, તામ્રોષ્ઠ, અંબુજાલ, સુનિશ્ચલ, કપિલ, કપીશ, શુક્લ, આયુષ, પર, અપર, ગંધર્વ, અદિતિ, તાર્ક્ષ્ય, સુવિજ્ઞેય, સુશારદ, પરશ્વધાયુધ, દેવ, અનુકારી, સુબાંધવ, તુંબવીણ, મહાક્રોધ, જલેશય, ઉગ્ર, વંશકર, વંષ, વંશનાદ, અનિંદિત, સર્વાંગરૂપ, માયાવી, સુહૃદ, અનિલ, અનલ, બંધન, બંધનકર્તા, સુબંધનવિમોચન, સયજ્ઞારિ, સકામારિ, મહાદંષ્ટ્ર, મહાયુધ, બહુધાનિંદિત, શર્વ, શંકર, સંકર, અધન, અમરેશ, મહાદેવ, વિશ્વદેવ, સુરારિઘ્ન, અહિર્બુધ્ન્ય, અનિલાભ, ચેકિતાન, હવી, અજૈકપાદ, કાપાલી, ત્રિશંકુ, અજિત, શિવ, ધન્વંતરિ, ધુમકેતુ, સ્કંદ, વૈશ્રવણ, ધાતા, શક્ર, વિષ્ણુ, મિત્ર, ત્વષ્ટા, ધ્રૂવ, ધર, પ્રભાવ, સર્વગવાયુ, અર્થમા, સવિતા, રવિ, ઉષંગુ, વિધાતા, માંધાતા, ભૂતભાવન, વિભુ, વર્ણવિભાવી, સર્વકામગુણાવહ, પદ્મગર્ભ, મહાગર્ભ, ચંદ્રવક્ર, અનિલ, અનલ, બલવાન, ઉપશાંત, પુરાણ, પુણ્યચંચુ, કુરુકર્તા, કુરુવાસી, કુરુહુત, ગુણૌષધ, સર્વાશય, દર્ભવારી, સર્વપ્રાણિપતિ, દેવદેવ, સુખસક્ત, સદસત, સર્વરત્નવિદ, કૈલાસગિરિવાસી, હિમવદ્ગિરિસંશ્રય, કૂલહારી, ક્લકર્તા, બહુવિદ્ય, બહુપ્રદ, વણિજ, વર્ધયી, વૃક્ષ, બકુલ, ચંદન, છંદ, સારગ્રીવ, મહાજત્રુ, અલોલ, મહૌષધ, સિદ્ધાર્થકારી, છંદોગ્યાકરણોત્તરસિદ્ધાર્થ, સિંહનાદ, સિંહદંષ્ટ્ર, સિંહગ, સિંહવાહન, પ્રભાવાત્મા, જગત્કાલસ્થાન, લોકહિત, તરુ, સારંગ, નવચક્રાંગ, કેતુમાલી, સભાવન, ભૂલાય, ભૂતપતિ, અહોરાત્ર, અનિંદિત, સર્વભૂતવાહિતા, સર્વભૂતનિલય, વિભુ, ભવ, અમોઘ, સંત, અશ્વ, ભોજન, પ્રાણધારણ, ધૃતિમાન, મતિમાન, દક્ષ, સત્કૃત, યુગાધિપ, ગોપાલ, ગોપતિ, ગ્રામ, ગોચર્મવસન, હરિ, હિરણ્યબાહુ, પ્રવેશિનાંગુહાપાલ, પ્રકૃષ્ટારિ, મહાહર્ષ, જિતકામ, જિતેંદ્રિય, ગાંધાર, સુવાસ, તપઃસક્ત, રતિ, નર, મહાગીત, મહાનૃત્ય, અપ્સરોગણસેવિત, મહાકેતુ, મહાધાતુ, નૈકસાનુચર, ચલ, આવેદનીય, આદેશ, સર્વગંધસુખાવહ, તોરણ, તારણ, વાત, પરિધી, પતિખેચર, સંયોગવર્ધન, ગુણાધિકવૃદ્ધ, અતિવૃદ્ધ, નિત્યાત્મસહ, દેવાસુરપતિ, પતિ, યુક્ત, યુક્તબાહુ, દિવિસુપર્વદેવ, આષાઢ, સુષાઢ, ધ્રુવ, હરિણ, હર, આવર્તમાનષુષ, વસુશ્રેષ્ઠ, મહાપથ, વિમર્શશિરોહારી, સર્વલક્ષણલક્ષિત, અક્ષરથયોગી, સર્વયોગી, મહાબલ, સમામ્નાય, અસમામ્નાય, તીર્થદેવ, મહારથ, નિર્જીવ, જીવન, મંત્ર, શુભાક્ષ, બહુકર્કશ, રત્નપ્રભૂત, રત્નાંગ, મહાર્ણવનિપાનવિદ, મૂલ, વિશાલ્લ, અમૃત, વ્યક્તાવ્યક્ત, તપોનિધિ, આરોહણ, અધિરોહ, શીલધારી, મહાયશ, સેનાકલ્પ, મહાકલ્પ, યોગ, યુગકર, હરિ, યુગરુપ, મહારુપ, મહાનાગહન, વધ, ન્યાયનિર્વપણ, પાદ, પંડિત, અચલોપમ, બહુમાલ, મહામાલ, શશિહરસુલોચન, વિસ્તારલવણકૂચ, ત્રિયુગ, સફલોદય, ત્રિલોચન, વિષણ્ણાંગ, મણિવિદ્ધ, જટાધર, બિંદુ, વિસર્ગ, સુમુખ, શર, સર્વાયુધ, સહ, નિવેદન, સુખાજાત, સુગંધાર, મહાધનુ, ગંધપાલિભગવાન, સર્વકર્મોત્થાન, મંથાનબહુલવાયુ, સકલ, સર્વલોચન, તલસ્તાલ, કરસ્થાલી, ઊર્ધ્વસંહનન, મહાન, છત્ર, સચ્છત્ર, વિખ્યાતલોક, સર્વાશ્રયક્રમ, મુંડ, વિરુપ, વિકૃત, દંડી, કુંડી, વિકુર્વાણ, હસ્ત્રક્ષ, કંકુભ, વસ્ત્ર, શતજિહ્વા, સહજ્રીપાદ, સહર્યમૂર્ધા, દેવેંદ્ર, સર્વદેવમય, ગુરુ, સહસ્ત્રબાહુ, સર્વાંગ, શરણ્ય, સર્વલોકકૃત, પવિત્ર, ત્રિકુકુન્મંત્ર, કનિષ્ઠ, કૃષ્ણપિંગલ, બ્રહ્મદંડવિનિર્માર્તા, શતઘ્નપાશશક્તિમાન, પદ્મગર્ભ, મહાગર્ભ, બ્રહ્મગર્ભ, જલજોદ્ભવ, ગભસ્તિ, બ્રહ્મકૃત, બ્રહ્મા, બ્રહ્મવિદ, બ્રાહ્મણ, ગતિ, અનંતરુપ, નૈકાત્મા, સ્વયંભુવસ્તિગ્મતેજા, ઊર્ધ્વગાત્મા, પશુપતિ, વાતરંહસ, મનોજવ, ચંદની, પદ્મનાલાગ્ર, સુરભ્યુતરણ, નર, કર્ણિકારમહાસ્ત્રગ્વિન, નીલમૌલિ, પિનાકધૃત, ઉમાપતિ, ઉમાકાંત, જાહ્નવીધૃક, ઉમાધવ, વરવરાહ, વરદ, વરેણ્ય, સમુહાસ્વન, મહાપ્રસાદ, દમન, શત્રુહા, શ્વેતપિંગલ, પીતાત્મા, પરામાત્મા, પ્રયતાત્મા, પ્રધાનધૃક, સર્વપાર્શ્વમુખ, ત્ર્યક્ષ, સર્વસાધારણવર, ચરાચરાત્મા, સૂક્ષાત્મા, અમૃતગોવૃષેશ્વર, સાધ્યર્ષિ, આદિત્યવસુ, વિવસ્વત્સવિતૂમૃત, વ્યાસ, સર્વસુસંક્ષેપવિસ્તાર, પર્યયનર, ઋતુ, સંવત્સર, માસ, પક્ષ, સંખ્યાસમાપન, કાલ, કાષ્ઠા, લવ, માત્રા, મુહૂર્તાહઃક્ષપા, ક્ષણ, વિશ્વક્ષેત્ર, પ્રજાબીજ, લિંગ, આદ્યનિર્ગમ, સત, વ્યક્ત, અસત, અવ્યક્ત, પિતા, માતા, પિતામહ, સ્વર્ગદ્વાર, પ્રજાદ્વાર, મોક્ષદ્વાર, ત્રિવિષ્ટપ, નિર્વાણ, હ્લાદન, બ્રહ્મલોક, પરાગતિ, દેવાસુરવિનિર્માતા, દેવાસુરપરાયણ, દેવાસુરગુરુ, દેવ, દેવાસુરનમસ્કૃત, દેવાસુરમહાપાત્ર, દેવાસુરગણાશ્રય, દેવાસુરગણાધ્યક્ષ, દેવાસુરગણાગ્રણી, દેવાતિદેવ, દેવર્ષિ, દેવાસુરવરપ્રદ, દેવાસુરેશ્વર, વિશ્વ, દેવાસુરમહેશ્વર, સર્વદેવમય, અચિત્ય, દેવતાત્મા, આત્મસંભુ, ઉદભિદ, ત્રિવક્રમ, વૈદ્ય, વિરજ, નીરજ, અમર, ઈડ્ય, હસ્તીશ્વર, વ્યાઘ્ર, દેવસિંહ, નરર્ષભ, વિબુધ, અગ્રવર, સૂક્ષ્મ, સર્વદેવ, તપોમય, સુયુક્ત, શોભન, વજાં, પ્રાસનાંપ્રભવ, અવ્યય, ગુહ, કાંત, નિજસર્ગ, પવિત્ર, સર્વપાવન, શ્રૃંગી, શ્રૃંગિપ્રિય, બભ્રુ, રાજરાજ, નિરામય, અભિરામ, સુરગણ, વિરામ, સર્વસાધન, લલાટાક્ષ, વિશ્વેદેવ, હરિણ, બ્રહ્મવર્ચસ, સ્થાવરપતિ, નિયમેંદ્રિયવર્ધન, સિદ્ધાર્થ, સિદ્ધાભૂત, અચિંત્ય, સત્યવ્રત, શુચિ અને વ્રતાધિપ.
રૂઢિપ્રયોગ
શિવ શિવ કરવું = અરેરે કરવું; દિલગીર થવું.
|