पुं.
હિંદના એક દેશભક્ત. તેમનું પૂરું નામ મહાદેવ ગોવિંદ રાનડે હતું. તેઓ પ્રખર ધારાશાસ્ત્રી અને આદ્ય સુધારક હતા. તેઓ ગોખલેના ગુરુ હતા. તેમનો જન્મ ઇ. સ. ૧૮૪૨માં થયો હતો. કાર્યપરાયણતા, સર્વગ્રાહી બુદ્ધિ, સમતાયુક્ત મન, સાધુતા, સ્વદેશભક્તિ વગેરે ગુણોથી તે દક્ષિણ હિંદના ભાગ્યવિધાતા ગણાયા હતા. માતૃભૂમિ માટે કર્મ ને આત્મભોગ એ એમનો જીવનમંત્ર હતો. રાનડે માત્ર ન્યાયમૂર્તિ ન હતા. તેઓ ઇતિહાસકાર હતા અને અર્થશાસ્ત્રી પણ હતા. પોતે સરકારી ન્યાયાધીશ હોવા છતાં પણ મહાસભામાં પ્રેક્ષક તરીકે નીડરપણે હાજરી આપતા. તેમના ડહાપણ ઉપર બધાને એટલો વિશ્વાસ હતો કે સહુ તેમના નિર્ણયનો સ્વીકાર કરતા. તેમના સંબંધમાં ગાંધીજી લખે છે કે: પોતાના અસીલ પ્રત્યેની તેમની કાળજી એવી હતી કે, એક વખત તેઓ રોજની ટ્રેન ચૂકી ગયેલા તેથી પોતે સ્પેશ્યલ ટ્રેન કરાવી વખતસર પહોંચેલ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.