पुं.
રાગોનો એક જાતનો મત. જેમ દરેક દેશની બોલી, પોશાક વગેરે ભિન્ન ભિન્ન હોય છે તેમ ગાયન વિદ્યા પણ દેશ દેશમાં ભિન્ન છે, એટલે કોઇ દેશમાં અમુક રાગમાં અમુક સ્વર ચઢયા બોલાતા હોય તો કોઇ દેશમાં તે જ રાગમાં તે જ સ્વર કોમળ હોય અથવા અમુક રાગમાં અમુક સ્વર એકજ હોય તો નામ ભિન્ન હોય છે. જેમકે, ભૈરવીને દક્ષિણમાં હનુમંત ટોડી કહે છે તેમ મુખ્ય રાગની કલ્પના પણ જુદી જુદી હોય છે. તે બાબત ચાર મતાંતર છે: ૧. હનુમંત મત, ૨. શિવ મત, ૩. કૃષ્ણ મત. ૪. ભરત મત. તે સિવાય પિંગળના મત પણ કેટલાક કહે છે. પરંતુ તે પિંગળશાસ્ત્ર વિષે સંભવે છે કારણ કે, કાવ્ય એ પણ સંગીતનું અંગ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.