न.
( સંગીત ) સંગીત કાવ્ય; ઊર્મિ કાવ્ય; ગાયન કવિતા; ગીત કવિતા; ભાવપ્રધાન કાવ્ય. નરસિંહરાવે પોતાના કાવ્યોને સંગીત કાવ્યો એ નામ આપ્યું છે. સંગીત કાવ્ય એવો એમણે અંગ્રેજી `લિરિક`નો અર્થ કર્યો છે. હૃદય પરની અસરથી પ્રેરાયલી, અંતર્ભાવદર્શક એ અર્થ આ ગ્રંથોના લક્ષણમાં વિશેષ ઇચ્છેલો છે. અસલના વખતમાં કવિઓ પોતાના ભાવ સંગીતમાં દર્શાવતા અને ગાયનની જેમ કવિતા હૃદયમાંથી નીકળી આવે છે એનો આભાસ સંગીત શબ્દથી થાય છે. પણ એ આભાસ ઝાંખો અને તે એ સૂક્ષ્મદૃષ્ટિએ વિચારવાથી જ થાય છે. સંગીત કરતાં એ અર્થ માટે વધારે યોગ્ય શબ્દ રાગ છે. સંગીતના અર્થની સાથે આ શબ્દ હૃદયના ભાવ એ અર્થનો પણ વાચક છે. `લિરિક ની માફક કાંઈક શ્લેષથી અને કાંઈક સ્વભાવથી, વસ્તુ સ્થિતિથી રાગ શબ્દમાં હૃદય પર અસર આટલું ગર્ભિત છે માટે જ તેના બે અર્થ થાય છે. તેથી `લિરિક` શબ્દનો અર્થ રાગધ્વનિ કાવ્ય આ શબ્દથી સારી રીતે સમજાશે. રાગ કે હૃદયભાવનું જ આવિષ્કરણ રાગધ્વનિ નામના કાવ્યમાં આવે એ વાત સ્પષ્ટ થશે વૈયાકરણો ઉપરથી અલંકારિકોએ ધ્વનિ શબ્દ લીધો છે તેમ એ શબ્દ લેવાથી અવાચ્ય રાગરૂપી સ્ફોટનો કંઈક અંશે ધ્વનિ-આ અર્થ યથાયોગ્ય થશે. વળી સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ કાવ્યને ધ્વનિ નામ આપ્યું છે તેની સાથે વિરોધ ન આવતાં `લિરિક`તે પણ ઉત્તમ કાવ્ય કે ધ્વનિ કાવ્ય છે એ બતાવવું સહેલું પડશે. આ કારણો માટે સંગીત કાવ્ય કરતાં રાગધ્વનિ કાવ્ય એ વધારે યોગ્ય પદ કહી શકાય.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.