पुं.
હિંદુસ્તાનમાં પહેલવહેલી કાપડની મીલ કાઢનાર એ નામના એક વિખ્યાત પુરુષ. શરૂઆતમાં તે જકાત ખાતામાં રૂપિયા પંદરના પગારથી નોકરી કરતા હતા. પરંતુ પોતાની આવડતથી તેને ખાલી પડેલી રૂપિયા ત્રણસોના પગારની જગ્યા આપવામાં આવી. પરંતુ અંદરોઅંદરની ખટપટને લીધે આ નોકરી તેને છોડવી પડી. એ વખતે દેશમાં બિલકુલ ઉદ્યોગ ખીલ્યા ન હતા. વળી એક પણ કાપડની મિલ ન હતી. તેથી તેણે કાપડની મિલ કાઢવાનો નિશ્વય કર્યો. તેણે કાઢેલા કારખાનાનું નામ તેણે સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ પાડ્યું. આમ આખા હિંદુસ્તાનમાં પહેલવહેલી કાપડની મિલ કાઢવાનો યશ તેને મળ્યો અને તે દિવસથી તે રણછોડભાઇ રેંટિયાવાળાના નામથી ઓળખાવા લાગ્યા. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપાલિટિના પણ એ પ્રમુખ થયા અને અમદાવાદ શહેરમાં નળ અને ગટરની યોજના હાથ ધરી. આમ તેણે આખા શહેરનું આરોગ્ય સુધાર્યું. એમ પણ કહેવાય છે કે, જ્યાં સુધી રણછોડભાઇ મ્યુનિસિપાલિટિના પ્રમુખ હતા ત્યાં સુધી અમદાવાદમાં પ્લેગ આવ્યો ન હતો. વળી તેણે અનેક ધર્માદા કાર્યો ને સખાવતો પણ કરી હતી. આમ તેણે યંત્રવાદના ગણેશ માંડ્યા.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.