स्त्री.
[ અં. ]
હાઈન નદીની ફ્રાંસ તરફની બાજુ ઉપર ફ્રાંસ દેશે સ્વરક્ષણ માટે જ્મીનમાં ખાઈઓ ખોદી બનાવેલ કિલ્લેબંધી. આ કિલ્લેબધી ૨૦૦ માઈલ લાંબી છે. મોમલ નદીથી સ્વિટ્ઝર્લેન્ડ સુધી પહોંચે છે. તે લોખંડ તથા કોંક્રેટની બનેલી છે. આ કિલ્લાઓ સાતથી આઠ માળના અને અંદર એકબીજા સાથે જોડાયેલા છે. દરેક કિલ્લામાં કેટલા યે ઓરડાઓ છે. તેમાં દારૂગોળો, ખોરાક, વાચનાલય, રેડિયો ટેલિફોન અને રેલવે જેવી સગવડો છે. બહારથી એ જગ્યા સહેજ ઊપસી આવેલી જણાય છે. હેટના ઉપરના ગોળ ભાગ જેવી તેના ઉપર એક તોપ ગોઠવેલી છે. જ્મીનની અંદર આવેલો દરેક કિલ્લો એકાદ મોટા શહેર જેવો છે. અંદર ઊતરતાં ફેર ચડે છે. તેના દાદરા ૧૦૦૦ ફૂટ જેટલા ઊંડા છે. દરેક ઓરડામાં હારબંધ તોપો ગોઠવેલી છે. તેની પાછળની બાજુએ દારૂગોળાનો ભંડાર છે, વળી તોપનાં મોં એવી રીતે ગોઠવેલાં છે કે જોનાર માણસને ત્યાં તોપો ગોઠવેલી હશે એવી શંકા પણ જાય નહિ. દરેક ઓરડામાં સૈનિકોને મટે વીશ ફૂટ લાંબી બીજી ઘણી નાનકડી ઓરડીઓ છે. ત્યાં દવાખાનાઓ છે તેમાં ઓપરેશન કરવાની પણ સગવડ કરેલી છે. વીજળીની સુંદર ગોઠવણ કરી છે. પંપ વડે બહુ જ દૂરથી ચોખ્ખી હવા અંદર લાવવામાં આવી છે તેમાં એક મિનિટમાં ચારે તરફથી બોંબગોળાનો વરસાદ કરી શકાય એવી ગોઠવણ કરી છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં