पुं.
સારી અને સસ્તી ખાદી ઉત્પન્ન કરવા અને તે દ્વારા ગ્રામવાસીઓની ઉન્નતિ કરવા સ્થાપેલા સંઘ: `ઑલ ઇંડિઅ સ્પિનર્સ એસોસિએશન`. સને ૧૯૨૦થી ૨૩ દરમિયાન હિંદના જુદા જુદા પ્રાંતોમાં ખાદીની ચળવળ શરૂ થઈ. ખાદીની શરૂઆત પ્રાયોગિક હતી અને પેદાશ હલકી કોટિની હતી. સને ૧૯૨૨માં ગાંધીજીની ધરપકડ પછી એક સ્વતંત્ર અને સહકારી સંસ્થાની આ કાર્ય માટે જરૂર જણાઈ. સને ૧૯૨૩ના ડિસેમ્બરમાં કોકોનડા કોંગ્રેસે એક સમિતિ સ્થાપી. પટણા કોંગ્રેસના ઠરાવથી ચરખા સંઘની સ્થાપના થઈ. સી. આર. દાસના સ્મારક પેટે ગાંધીજીએ એકઠા કરેલ પૈસા આ કાર્યના આરંભ તરીકે રોકવામાં આવ્યા. આ સંસ્થાની પ્રગતિમાં ત્રણ વિભાગ પાડી શકાય: (૧) સને ૧૯૨૫થી ૧૯૩૪ દરમિયાન સારી અને સસ્તી ખાદી ઉત્પન્ન કરવાનું ધ્યેય. (૨) ૧૯૩૫ થી ૧૯૪૪ દરમિયાન ખાદીકાર્ય દ્વારા ગ્રામવાસીઓની ઉન્નતિ અને આવકમાં વધારો કરવાનું ધ્યેય. (૩) ૧૯૪૫ પછીથી નક્કી થયું કે જે કાંતે તે જ ખાદી મેળવી શકે. ગાંધીજીનો મુદ્રાલેખ હતો કે, કાંતો, બુદ્ધિપૂર્વક કાંતો. કાંતનારાઓએ ખાદી પહેરવી જોઇએ અને ખાદી પહેરનારાઓએ કાંતવું જોઇએ. હાલની પરિસ્થિતિમાં પૂરતા વણકરો મળતા નથી. તેથી સેવાગ્રામમાં આ સંસ્થા વણકરો અને ખાદીવિદ્યાની તમામ ક્રિયાઓના નિષ્ણાતો તૈયાર કરે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.