न.
ગરુડના જેવું એક જાતનું પંખી. તેમાં નરની લંબાઈ ૨૫ ઇંચ અને માદાની લંબાઈ ૨૮ ઇંચ હોય છે, પણ બંને દેખાવમાં સરખાં હોય છે. તેનો રંગ ભૂરો, પીછાં શામળાં, નસકોરૂં કાનના આકારનું, ચાંચ મજબૂત અને વાંકી, માથાનું મથાળું તદ્દન ચપટું, પગની આંગળીઓ સુધી પીછાં અને પીછાં બનાવટમાં જાડાં હોય છે. આ પક્ષી આફ્રિકના ઘણાખરા ભાગમાં, બલુચિસ્તાન અને વાયવ્ય પ્રાંતથી દક્ષિણ બંગાળ અને ઉત્તર બ્રહ્મદેશ સુધી જોવામાં આવે છે. આ ગરુડ ઘાટા જંગલ અને ભેજવાળી જગ્યાઓથી દૂર રહે છે. ગીધની માફક તે બહુ ઊંચે ઊડે છે અથવા ઊંચા ઝાડની ઊંચી ડાળે બેસે છે અને ત્યાંથી મુડદાની શોધમાં આંખો ફેરવ્યા કરે છે. આ પક્ષીનો કોહેલા માંસ તરફનો પક્ષપાત ગરુડના પરંપરાપ્રાપ્ત ખયાલથી વિરુદ્ધ જાય છે, તોપણ આ ભવ્ય પક્ષીની હિંમત અજબ ગણાય છે. સસલાં અને મોટાં પક્ષીઓને તે ગટ કરી જાય છે, શિકારી અને બાજપક્ષીનો શિકાર તે ઝૂંટવી લે છે. કેટલીક વખત તો તે ઝીણામાં ઝીણો શિકાર પકડી પાડે છે. આ ગરુડ એકીવખતે એકથી ત્રણ ઈંડાં મૂકે છે. તેની બીજી જાત માંજરવાળી અને સર્પ જેવાં ટપકાંવાળી હોય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.