स्त्री.
એ નામની એક સ્ત્રીકવિ. તેનો બાપ ડભોઈનો બ્રાહ્મણ હતો. સંવત ૧૮૪૭માં જ્યારે સુડતાળો કાળ પડ્યો, ત્યારે દિવાળીના બાપથી પોતાનું તથા પોતાની દીકરીનું પોષણ થઈ શક્યું નહિ. તેથી તે એક વૃદ્ધ સાધુને તે છોકરી સોંપી તીર્થયાત્રા માટે જતો રહ્યો. વૃદ્ધ સાધુ રામભક્ત હતો. તેથી તેણે દિવાળીને વાંચતાં લખતાં શીખવીને રામભક્તિ ઉપર દૃઢતા કરાવી. તે સાધુને તુલસીકૃત રામાયણ સારૂં આવડતું હતું, તેથી તે પણ દિવાળીને ભણાવ્યું. દિવાળીબાઈ તુલસીકૃત રામાયણ વાંચતી અને રામભક્તિમાં નિરંતર નિમગ્ન રહેતી. તે સાધુ સાથે બે ત્રણ વાર અયોધ્યા પણ જઈ આવી હતી. એ બાઈ સ્વભાવે સાલસ અને ગરીબ હતી. તે ડભોઈથી ગોરવા ગામમાં આવીને વસી હતી અને ત્યાંથી વડોદરે આવી રહી હતી. ત્યાં રામમંદિર કોઈ શ્રદ્ધાળુ રામભક્તે તેને બંધાવી આપ્યું હતું. ત્યાં રહેતાં પણ અનેક ઉપાધિઓ થતાં તે સાધુ સાથે અયોધ્યા જતી રહી અને ત્યાં જ મરણ પામી હશે. એના જન્મમરણની સાલ મળી નથી. તે છેક બાળપણમાં વૈધવ્ય દશા પામેલી એમ અનુમાન થાય છે. તેણે રામાયણ સંબંધી જ કવિતા રચી છે. રામજન્મ, રામબાળલીલા, રામવિવાહ અને રામરાજ્યાભિષેક એ ચાર પ્રસંગો માટે તેણે ગરબીઓ તથા ધોળ લખ્યાં છે. લગભગ પાંચસે ગરબીઓ અને ધોળ એનાં રચેલાં છે. તુલસીકૃત રામાયણના શ્રવણ તથા અભ્યાસ ઉપરથી એણે રામચરિત્ર વર્ણવ્યું છે. પરંતુ એની કવિતામાં શુદ્ધ ગુજરાતી ભાષા છે, કોઈ પણ હિંદી શબ્દ કે વાક્યરચના નથી. એની કવિતા ઘણી જ સરળ હોઈ સર્વ કોઈ સમજી શકે તેવી છે. માત્ર રામના ગુણ ગાવા એ તેની કવિતાનો મુખ્ય હેતુ છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.