पुं.
( પુરાણ ) એ નામનો એક રાજા. તે મહા ધર્મશીલ, દયાળુ, જ્ઞાની અને નીતિજ્ઞ હતો. બ્રાહ્મણોની સભા ભરાવી ધર્મ સંબંધી વાદવિવાદ કરાવતો. નામાંકિત વિદ્વાનોને પોતાને ત્યાં રાખી નિરંતર જ્ઞાનમાં આનંદ લેતો. એક વાર તેને સ્વપ્નું આવ્યું તેમાં રાજપાટ ગુમાવી ગરીબ થઈ જતાં બે ત્રણ દહાડાના ઉપવાસ થયા. અંતે બહુ દીનભાવે મહા મહેનતે થોડી ખીચડી મેળવી. તે પણ બે સાંઢો બાધવાથી ધૂળ ભેગી થઈ ગઈ ને પોતે બહુ દુ:ખી થયો. એટલામાં જાગી ઊઠવાથી આ સાચું કે પેલું સાચું એવા એવા પ્રશ્ન બ્રાહ્મણોને પૂછવા લાગ્યો અને પોતાના મનનું સમાધાન ન થાય ત્યાંસુધી બધા બ્રાહ્મણોને રોકી રાખતો ગયો. એવામાં કોહોડ બ્રાહ્મણનો પુત્ર અષ્ટાવક્ર જે મહા સમર્થ જ્ઞાની હતો તેણે તેન ઉત્તર આપ્યો કે, જેવું તે તેવું જ આ. પેલુંએ ખોટું અને આએ ખોટું એમ કહી તેને ઉપદેશ આપ્યો અને બધા બ્રાહ્મણોને છોડાવ્યા.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.