पुं.
એક જાતનું મોટું ગીધ. તેની લંબાઈ આશરે ૩૨ ઇંચ અને રંગ ચળકતો કાળો અને ખભા અને નીચલી પીઠનો આછો ભૂરો હોય છે. માથું અને ડોક ઉપર પીછાં હોતાં નથી. આ સુંદર ગીધ સિલોન સિવાય હિંદુસ્તાન, બ્રહ્મદેશ, સિયામ અને કોચીન ચીન સુધીમાં જોવામાં આવે છે. હિમાલય ઉપર તે ૫૮૦૦ ફૂટ સુધી ઈંડાં મૂકે છે અને ખોરાક માટે લગભગ ૮૦૦૦ ફૂટ સુધી ઊડે છે. આ જાતનાં ગીધ મોટી સંખ્યામાં જોવામાં આવતાં નથી. કોઈ મડદાં પાસે બીજાં પક્ષી જ્યારે સંખ્યાબંધ હોય ત્યારે આ એક બે જ હોય છે. આનું નામ ગીધરાજ હોવાનું કારણ એ છે કે તે દેખાવમાં ભવ્ય છે અને બીજાં પક્ષી તેને જોઈ ખસી જાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.