10 |
|
पुं. |
( કાવ્ય ) વીરરસનો એક સ્થાયીભાવ એટલે કાયમી ગુણ. રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા એટલે કંટાળો અને વિસ્મય એ આઠ સ્થાયીભાવ છે. યુદ્ધ, દાન, દયા એ ત્રણમાંથી કોઈ કામ કરવામાં ઉદ્યોગ થાય તેને ઉત્સાહ અને અતિશય ઉત્સાહ થાય તેને વીર્ય કહે. એ ઉત્સાહથી વીરરસ બને છે. તેના ત્રણ ભેદ; યુદ્ધવીર, દાનવીર, દયાવીર યુદ્ધવીરનો ઉત્સાહ રામચંદ્રનો છે. જેમકે, `સેના સજ્જ કરે, સ્વકાંતિ બમણી સાધે સુધારે ધનુ, દુષ્ટો રાવણ નેત્ર સન્મુખ થશે ઉત્સાહ એવો ધરે; એ ઉત્સાહ વિચાર મૂઠ બનતાં શ્રી રામચંદ્રે તદા, ના સાંધી ધનુકોટિમાં પણછને, બાણોજ સાંધ્યાં તિહાં.` દાનવીરનો ઉત્સાહ પરશુરામનો છે. જેમકે, `વિપ્રોને પૃથિવી જ અર્પણ કરી, ના અપિયાં આટલાં, આદર્શાર્થ શર્શાક મંડલ તથા હર્મ્યાર્થ હેમાચલો; દીવા કાજ ન અર્પિયો દિનમણિ, ઉત્સાહ એવો ધરી દાનેચ્છા બહુલી ધરી મન વિષે ભાળ્યું ન કોના ભણી.` દયાવીરનો ઉત્સાહ કૃષ્ણનો છે. જેમકે, `ઉદ્ધારવાને ભવ જંતુઓને, પ્રકારના કૃષ્ણ કરે વિચારો; ફૂટયો કૃપાઅંકુર છાતિ માંહે, મિષેજ તે કૌસ્તુભ રત્ન કેરો.`
|