1 |
[ સં. ઇંદ્રયવ ] |
पुं.; न. |
કડુનાં બીજ; ઇંદ્રયવ, કલિંગ, ભદ્રયવ; દૂધલો; અંદરજવ. સીલોન, મોરિશિઅસ અને મલબાર કિનારા ઉપર ઊગતા તેના આશરે છએક ફુટ ઊંચા છોડને બદામનાં પાન જેવાં પાન, સફેદ ફૂલ, અથાણામાં વપરાતી ઝીણી અને લાંબી શીંગ, અને શીઘમાં નાનાં, લાંબા ખાડાવાળાં, જવના આકારનાં કડવાં, ચકલાંની જીભ જેવાં બી હોય છે. તેના ઝાડને કડો, કુડજ અથવ કાકરડો અને શીંગને કડાફળી કહેવાય. અંદરજવ ઝાડો, તાવ, હરસ, પેટનો દુખાવો, રતવા, કોઢ વગેરે રોગમાં વપરાય. ઇંદ્રજવની બે જુદી જુદી જાત: કાળો કડો અને દૂધલો. કાળા કડાની શીંગમાંથી નીકળતો ખરો ઇંદ્રજવ કહેવાય. દૂધલાની શીંગમાંથી જે નીકળે તેમાં આગલા ઇંદ્રજવની જેવા ગુણ રહેતા નથી. દૂધલાનાં બી કાળા કડાનાં બી જેવાં કડવાં થતાં નથી અને તેથી તેને મીઠો ઇંદ્રજવ પણ કહે છે. કાળા કડાનું ઝાડ દૂધલા એટલે ધોળા કડા કરતાં મોટું, તેનાં પાંદડાં દૂધલાના જેવાં જ કાંઈક કાળા રંગનાં અને શીંગ ધોળા કડાના કરતાં બમણી લાંબી હોય. કાળો કડો વધારે ગરમ હોઈ ધોળા જેટલો ગુણમાં નથી. ધોળું ઇંદ્રજવનું ઝાડ કડવું, તીખું, ગરમ, ભૂખ લગાડનાર, પાચક, તૂરૂં અને લોહીવિકાર, કોઢ ઝાડા, પિત્તના હરસ, કફ, તરસ, કરમિયાં, તાવ આમ અને બળતરા મટાડનાર અને કાળું ઇંદ્રજવનું ઝાડ લોહીવિકાર, હરસ, ચામડીના રોગ અને પિત્ત મટાડનાર મનાય છે.
|