1 |
|
पुं. |
( પિંગળ ) આર્યાની જાતનો એ નામનો એક માત્રામેળ છંદ. તેને સિદ્ધા કે મુદ્દા કહે છે. તેમાં ૩૧ લઘુ અને ૧૩ ગુરુ મળી ૪૪ વર્ણની ૫૭ માત્રા હોય છે.
|
2 |
|
पुं. |
( પિંગળ ) એ નામનો એક અર્દ્ધ સમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૬ ગુરુ અને ૩૬ લઘુ મળી ૪૨ વર્ણ હોય છે.
|
3 |
|
पुं. |
( પિંગળ ) ત્રિષ્ટુપની જાતનો અગિયાર અક્ષરનો એક સમવૃત વર્ણમેળ છંદ. તેનું પહેલું ચરણ ઈંદ્રવજ્ર અને બીજું, ત્રીજું ને ચોથું ચરણ ઉપેંદ્રવજ્રના માપનાં હોય છે. ગણપ્રસ્તાર પ્રકાશમા આ છંદને ઋદ્ધિ અને પ્રાકૃત પિંગલસૂત્રના કર્તાએ બુદ્ધિ નામ આપેલ છે.
|
4 |
|
पुं. |
( પિંગળ ) પ્રકૃતિની જાતનો એ નામનો એક અક્ષરમેળ છંદ; શશિવાદના; સિદ્ધિકા. તેનાં દરેક ચરણમાં નગણ, જગણ, ભગણ, ત્રણ જગણ અને રગણ એમ અકવીસ અક્ષર હોય છે.
|
5 |
|
पुं. |
( પિંગળ ) માગધી પિંગળ પ્રમાણે એક સમજાતિ માત્રામેળ છંદ. આ દ્રૌપદી છંદનો ભેદ છે. તેમાં ૨૨ ગુરુ અને ૬૮ લઘુ મળી ૯૦ વર્ણ હોય છે.
|
6 |
|
पुं. |
વિષ્ણુનાં હજાર માહેનું એક નામ. કેમકે, તે યોગીઓને સિદ્ધિઓ આપનારા અને સર્વ સિદ્ધિઓના સ્વામી છે. વળી તે ચમત્કારિક શક્તિરૂપ છે કાર્યોમાં પરિપૂર્ણતારૂપ અને જ્ઞાનપ્રાપ્તિ કે ફળપ્રાપ્તિરૂપ હોવાથી તે સિદ્ધિ કહેવાય છે.
|
7 |
|
पुं. |
( પુરાણ ) વીર નામના અગ્નિને શરયૂ નામની સ્ત્રીથી થયેલ એ નામનો એક દીકરો.
|
8 |
|
पुं. |
શિવનાં હજાર માંહેનું એક નામ.
|
9 |
|
पुं. |
( પિંગળ ) ષટ્પદી છપ્પયની જાતનો એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૯૬ લઘુ અને ૨૮ ગુરુ મળી ૧૫૨ માત્રા હોય છે.
|
10 |
|
पुं. |
( જયોતિષ ) સત્તાવીસ માંહેનો એ નામનો એક યોગ; વિષ્વકુંભથી ૨૧ મો યોગ.
|
11 |
|
स्त्री. |
અનુભવ; પ્રત્યક્ષીકરણ.
|
12 |
|
स्त्री. |
અંત; સમાપ્તિ.
|
13 |
|
स्त्री. |
અંતર્ધાન થવું તે.
|
14 |
|
स्त्री. |
( પિંગળ ) આઠના અંકની સંજ્ઞા.
|
15 |
|
स्त्री. |
ઈશ્વરની પ્રસાદી.
ઉપયોગ
ઉપાસનીય ગુરુની ઉપાસના કરી જ્ઞાન મેળવી જેમ સિદ્ધિ મેળવી શકાય છે. તેમ પ્રકૃતિ તથા તેનાં કાર્યોની ઉપાસના કરવાથી સિદ્ધિ મેળવી શકાતી નથી; અર્થાત્ પ્રકૃતિની ઉપાસનાથી ગમે તેટલું ઐશ્વર્ય મળે પણ વિવેક જ્ઞાનથી જે સિદ્ધિ મળે છે તેની તુલ્ય એક પણ સિદ્ધિ નથી. – સાંખ્યદર્શન
|
16 |
|
स्त्री. |
ઋદ્ધિ નામે ઔષધિ.
|
17 |
|
स्त्री. |
( સાંખ્ય ) એક પ્રકારનું ઐશ્વર્ય. ઊહ આદિ ભેદોથી આઠ પ્રકારની સિદ્ધિ થાય છે: ૧. ઊહ, ૨. શબ્દજ્ઞાન, ૩. અધ્યયન, ૪. ગુરુપ્રાપ્તિ, ૫. બાહ્ય અને આંતરિક શુદ્ધિ. ૬. આધ્યાત્મિક દુ:ખનો નાશ, ૭. આધિભૌતિક દુ:ખનો નાશ, અને ૮. આધિદૈવિક દુ:ખનો નાશ. એ આઠ સિદ્ધિઓનાં નામો અનુક્રમે તાર, સુતાર, તારતાર રમ્યક, સદામુક્તિ, પ્રમોદ, મુદિત અને મોદમાન રાખવામાં આવ્યાં છે. પૂર્વજન્મના સારા સંસ્કારને લઈ થોડા જ ઉપદેશથી તત્ત્વજ્ઞાન થવું તે ઊહ, પોતે સાક્ષાત્ ગુરુ પાસે ભણવાં ન જતાં બીજાનો પાઠ સાંભળવાથી જે તત્વજ્ઞાન થાય તે અધ્યયન, ગુરુ પોતે જ ઘેર આવી ભણાવી જાય અને તેથી તત્ત્વજ્ઞાન થાય તે ગુરુપ્રાપ્તિ; બાહ્ય સદાચાર અને અંત:કરણની પવિત્રતાથી જે તત્ત્વજ્ઞાન થાય તે બાહ્ય અને આંતરિક શુદ્ધિ એ પાંચ સિદ્ધિઓ કહેવાય છે. વિવિધ દુ:ખના નાશથી ત્રણ સિદ્ધિઓ થાય છે એ બધી મળી આઠ સિદ્ધિઓ થાય છે.
|
18 |
|
स्त्री. |
કરજમાંથી મુક્ત થવું તે.
|
19 |
|
स्त्री. |
કલ્યાણ; પ્રકર્ષ; અભ્યુદય; આબાદી; ચડતી.
ઉપયોગ
જંબુસ્વામી ચરિત પઢઈ ગુણઈ જે સંભલઈ, સિદ્ધિ સખ્ખ અણંત તે નર લીલાહિં પામિસિઈ. – જંબુસ્વામી રાસ સંવત ૧૨૬૬
|
20 |
|
स्त्री. |
ગણેશની પાસે રહેતી બે માંહેની એક શક્તિ.
|
21 |
|
स्त्री. |
છેવટની મુક્તિ; જન્મ મરણના ફેરામાંથી છુટકારો; મુક્તિ; નિર્વાણ.
|
22 |
|
स्त्री. |
(યોગ ) તપ, મંત્ર વગેરેથી પ્રાપ્ત થતી ધારણાપૂર્વક અલૌકિક શક્તિ; યોગથી મળતી આઠ માંહેની દરેક શક્તિ. તેનાં નામ: (૧) અણિમા: પરમાણુના રૂપપર્યંત નાના થઈ જવાની શક્તિ. (૨) મહિમા: આકાશ જેવા વિભૂ થઈ જવાની શક્તિ. (૩) લઘિમા: રૂના જેવા હલકા થઈ જવું તે. (૪) ગરિમા: અત્યંત ભારે થઈ જવું તે. (૫)પ્રાપ્તિ: અત્યંત દૂર પદાર્થ ને સ્પર્શ કરવાની શક્તિ. (૬) પ્રાકામ્ય: ઇચ્છા થાય તે સિદ્ધ કરવાની શક્તિ. (૭) ઈ શિત્વ: શરીર ને અંત:કરણ ઉપરનું પૂર્ણ પ્રભુત્વ અને (૮) વશિત્વ: સર્વત્ર વશ વર્તાવનાર સામર્થ્ય. એ આઠ શક્તિઓ ગણાય છે. બૌદ્ધ મત પ્રમાણે ખડ્ગ, અંજન, પાદલેપ, અંતર્ધાન, રસરસાયણ, ખેચર, ભૂચર, પાતાલ એમ આઠ પ્રકારની સિદ્ધિ ગણાય છે.
|
23 |
|
स्त्री. |
તૈયાર રસોઈ.
|
24 |
|
स्त्री. |
દક્ષની એક કન્યા.
|
25 |
|
स्त्री. |
નાટકનાં ૩૬ માંહેનું એક લક્ષણ.
|
26 |
|
स्त्री. |
નિષ્ઠા.
|
27 |
[ સં. ] |
स्त्री. |
પરિપૂર્ણ. સફળ કે સાબિત થવું તે.
|
28 |
|
स्त्री. |
પાદુકા; પાવડી; ચાંખડી.
|
29 |
|
स्त्री. |
પ્રભાવ વગેરે ત્રણ શક્તિ.
|
30 |
|
स्त्री. |
પ્રમાણ; નિર્ણય.
|
31 |
|
स्त्री. |
ફતેહ; વિજય; જીત.
|
32 |
|
स्त्री. |
ફલપ્રાપ્તિ; કાર્ય કે ધારણાની પરીપૂર્ણતા.
|
33 |
|
स्त्री. |
બુદ્ધિ; જ્ઞાન.
|
34 |
|
स्त्री. |
બ્રહ્માની આઠ માંહેની એક કલા.
|
35 |
|
स्त्री. |
( પુરાણ ) ભગ નામના આદિત્યની સ્ત્રી. આશી તેની દીકરી થાય.
|
36 |
|
स्त्री. |
ભાંગ.
|
37 |
|
स्त्री. |
મરડાશીંગીનું ઝાડ.
|
38 |
|
स्त्री. |
રસોઈ કરવી તે; રાંધવું તે.
|
39 |
|
स्त्री. |
લબ્ધિ; પ્રાપ્તિ.
|
40 |
|
स्त्री. |
વિવાદિત બાબતનું છેલ્લું નિર્બાધ પરિણામ.
|
41 |
|
स्त्री. |
( પુરાણ ) વિશ્વરૂપી એ નામની એક પુત્રી. તે અને તેની બહેન બુદ્ધિ ગણેશની સ્ત્રીઓ છે.
|
42 |
|
स्त्री. |
શુદ્ધિ; પવિત્રતા.
|
43 |
[ સં. સિધ્ ( સફળ થવું ) + તિ ( પણું ) ] |
स्त्री. |
સફળતા.
ઉપયોગ
અહિંસા સત્યની સિદ્ધિ અભયની સિદ્ધિ વિના, ન સંભવતી કો`દી એ સનાતન સત્ય છે. – ગાંધીગીતા
|
44 |
|
स्त्री. |
સંપત્તિ.
|
45 |
|
स्त्री. |
સાબિતી.
|
46 |
|
स्त्री. |
( જૈન ) સિદ્ધ શિલા.
|