स्त्री.
[ સં. ]
શિક્ષણશાસ્ત્રની એ નામની એક પદ્ધતિ; સાંભળી સાંભળીને શીખવવાની રીત. નાનાં બાળકો ત્રણ વર્ષની ઉમર સુધીમાં માતૃભાષા આ રીતે શીખે છે. વિદ્યાર્થીઓ સંગીત પણ આ જ પદ્ધતિએ શીખે છે. આ શ્રવણપદ્ધતિ એ વ્યાખ્યાન કે પ્રવચન પદ્ધતિ નથી. એ તો બુદ્ધિગમ્ય વિષયોને માટે છે. શ્રવણપદ્ધતિમાં વારંવાર શ્રવણનો પ્રબંધ છે. વારંવાર સાંભળીને જે શીખવી શકાય તે શ્રવણપદ્ધતિ. વારંવાર ટોકટોક કરવું તે શ્રવણપદ્ધતિ ન કહેવાય. શ્રવણ પદ્ધતિમાં તો શ્રવણયોગ્ય કોઈ પણ વિષયને વારંવાર શ્રવણપટ ઉપર મૂકવાનો હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.