7 |
|
स्त्री. |
આદિશક્તિ; જગન્માતા; જગદંબા. અધ્યાત્મવાદી તેને હૈમવતી કહે છે, વેદાંતી તેને લીલારૂપ, યોગીઓ ચિદ્શક્તિ, ... પૂર્વમીમાંસક ધર્મમંત્ર, નૈયાયિક નિત્ય નાનો પરમાણુ, સાંખ્ય સૃષ્ટિકર્તૃત્વ અને વૈષ્ણવ તેને અધિકારરૂપે પૂજે છે. શક્તિ સમસ્ત રાષ્ટ્રની સ્વામિની છે. તે સર્વ ધન છે; જ્ઞાન છે; વિશ્વેશ્વરી, લક્ષ્મી અને સરસ્વતી છે. આદ્યશક્તિને કુમારી-બાલારૂપે, સતી-યુવતી ભાવમાં શિવપત્ની રૂપે, સ્વેચ્છા વિઘાત થતાં નાશ કરનારાં કાલી રૂપ. પુન; વિશ્વનો ઉદ્ધારક કુમાર અથવા સ્કંદનો જન્મ આપનાર જનની રૂપે-ઈત્યાદિ નવાં નવાં રૂપોમાં પુરાણોમાં પ્રકટ થતાં વર્ણવ્યાં છે. બાલાના રૂપમાં ઈચ્છાશક્તિનુ પ્રાધાન્ય, સુંદરીના રૂપમાં ક્રિયાશક્તિનું પ્રાધાન્ય, કાલીના રૂપમાં જ્ઞાનશક્તિનું પ્રાધાન્ય મનાય છે. આ ઉપરાંત વામાં, જ્યેષ્ઠા, રૌદ્રી અને અંબિકા, મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી, અને પરાદેવતા; વૈખરી, મધ્યમા, પશ્યંતી વગેરે અનેક વ્યૂહમાં મૂલશક્તિના પ્રકારો બતાવ્યા છે. પ્રાચીન સાહિત્યમાં શક્તિના ઘણાં નામ મળે છે. બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી અને ઐંદ્રી એ સાત શક્તિઓને માતૃકા કહે છે. કેટલીક ભયંકર અને રુદ્ર શક્તિઓની કલ્પના કરવામાં આવી છે: કાલી, કરાલી, કાપાલી,ચામુંડા અને ચંડી. તેનો સંબંધ કાપાલિક અને કાલામુખાઓની સાથે છે. કેટલીક એવી શક્તિઓની કલ્પના પણ થઈ જે વિષય વિલાસ તરફ દોરી જાય તેવી છે. આ દેવીઓ આનંદભૈરવી, ત્રિપુરસુંદરી અને લલિતા આદિ છે. તેમના ઉપાસકોના મંતવ્ય પ્રમાણે શિવ અને ત્રિપુરસુંદરીના યોગથી સંસાર બન્યો છે. Read More
|
9 |
|
स्त्री. |
( વેદાંત ) ઈશ્વરની ઈચ્છા. એ ઈશ્વરની ઈચ્છારૂપ શક્તિ ઘટાદિક પદો વડે નિરૂપિત હોય છે માટે તે શક્તિ નિરૂપ... કતા સંબંધ વડે તો ઘટાદિક પદોમાં રહે છે અને વિષયના સંબંધે કરીને ઘટાદિક અર્થમાં રહે છે. નવીન નૈયાયિકો એમ માને છે કે, ઈશ્વરની ઈચ્છા એ જ શક્તિ નથી પણ ઈચ્છા માત્ર શક્તિ છે. પછી તે ઈચ્છા જીવની હો કે ઈશ્વરની હો. એ શક્તિના ચાર પ્રકાર છે: (૧) યોગશક્તિ (૨) રૂઢિશક્તિ(૩) યોગ રૂઢિશક્તિ (૪) યૌગિક રૂઢિશક્તિ. મીમાંસકો શક્તિને ઈચ્છારૂપ માનતા નથી પણ દ્રવ્યાદિક પદાર્થોથી ભિન્ન એક પદાર્થ માને છે. વ્યાકરણના મતમાં તથા પાંતજલ મતમાં વાચ્ય વાચકપણાના મૂળભૂત જે પદ અને અર્થનો તાદાત્મ્ય સંબંધ છે તે જ શક્તિ છે. વેદાંત મતમાં તો સર્વ પદાર્થોમાં પોતપોતાનું કાર્ય કરવાનું કારણમાં રહેલું જે સામર્થ્ય છે તે જ શક્તિ છે, જેમ તંતુમાં પટરૂપ કાર્ય કરવાની શક્તિ છે, મૃત્તિકામાં ઘટરૂપ કાર્ય કરવાની શક્તિ છે તેમ પદમાં પોતાના અર્થનો બોધ કરવાની શક્તિ છે. પણ આટલો ભેદ છે:- પદની શક્તિ તો જ્ઞાત હોઈ ને પોતાનું કાર્ય કરે છે અને બીજી શક્તિઓ તો અજ્ઞાત હોઈને પણ પોતાનું કાર્ય કરે છે. ગૌતમ મુનિ ન્યાયસૂત્રમાં જાતિ અને આકૃતિ-વિશિષ્ટ વ્યક્તિમાં પદની શક્તિ છે એમ કહે છે. ઘટત્વાદિક ધર્મને જાતિ કહે છે અને અવયવસંયોગને આકૃતિ કહે છે. જેમ ઘટત્વ જાતિ તથા કપાસ સંયોગરૂપ આકૃતિવાળી ઘટ વ્યક્તિમાં ઘટ પદની શક્તિ છે, પટત્વ જાતિ તથા તંતુ સંયોગરૂપ આકૃતિ એ બંનેથી વિશિષ્ટ પટ વ્યક્તિમાં પટપદની શક્તિ છે. માટે જાતિ આકૃતિ વિશિષ્ટ ઘટાદિક વ્યક્તિ એ ઘટાદિક પદનો વાચ્ય અર્થ છે તથા શક્ય અર્થ છે. કેટલાક નૈયાયિક કહે છે કે, જાતિ વિશિષ્ટ વ્યક્તિમાં જ પદની શક્તિ છે; આકૃતિ ઉમેરવાનું કંઈ પ્રયોજન નથી. માટે ઘટાદિક પદોમાં ઘટત્વાદિક જાતિ વિશિષ્ટ ઘટાદિક વ્યક્તિ એ શક્ય અર્થ છે. નવીન નૈયાયિક કહે છે કે, ઘટાદિક પદોની કેવળ ઘટાદિક વ્યક્તિમાં જ શક્તિ છે; ઘટત્વાદિક જાતિ તથા આકૃતિમાં શક્તિ છે એમ માનવાનું પ્રયોજન નથી. કેટલાક ગ્રંથકાર કહે છે કે, ઘટાદિક પદોથી ઘટત્વાદિક જાતિનો ઘટ વ્યક્તિનો અને જાતિ વ્યક્તિનો જે સમવાય સંબંધ છે તેનો બોધ થાય છે માટે જાતિ, વ્યક્તિ અને સંબંધ એ ત્રણેમાં ઘટાદિક પદની શક્તિ છે. મીમાંસકો કહે છે કે, ઘટાદિક પદની ઘટત્વાદિક જાતિમાં શક્તિ છે અને ઘટાદિક વ્યક્તિમાં લક્ષણા છે. ભટ્ટપાદ કહે છે કે, નીલો ઘટ: ( નીલ રંગનો ઘટ ) એ વાક્યથી ઘટ પદાર્થમાં નીલ પદાર્થનો અભેદ સંબંધ પ્રતીત થાય છે માટે ઘટાદિક પદોની ઈતરાન્વિત ઘટાદિક વ્યક્તિ વિષે શક્તિ છે પ્રભાકરનો મત એવો છે કે, બાળકને પ્રથમ વૃદ્ધ વ્યવહારથી કૃતિ સાધ્ય આનયનાદિ-આણવું વગેરે-રૂપ કાર્ય અન્વિત ઘટાદિકો વિષે જ ઘટાદિક શક્તિનું જ્ઞાન થાય છે. માટે કાર્યન્વિત ઘટાદિકોમાં જ ઘટાદિ પદની શકિત છે. માટે જ ઘડો આણો ઈત્યાદિક કાર્ય વાક્યોથી જ ઘટાદિનો શબ્દ બોધ થાય છે. જમીન ઉપર ઘડો છે ઇત્યાદિક સિદ્ધિ વાક્યોથી ઘટાદિકનો શબ્દબોધ થતો નથી, માટે કાર્યાન્વિતમાં જ શક્તિ છે. Read More

|
19 |
[ સં. શક્ ( સમર્થ થવું ) ] |
स्त्री. |
પ્રાણી, પદાર્થ વગેરેમાં રહેલુ, તેમનાં કાર્ય ચલાવનારું બળ; સામર્થ્ય; બળ; જોર; તાકાત; સત્ત્વ; કસ; દૈવત... ; કૌવત. તે ત્રણ પ્રકારની માનાય છે: ( ૧ ) ક્રિયાશક્તિ ( પ્રાણાયામ ), ( ૨ ) ઈચ્છાશક્તિ ( મનોમય ) અને ( ૩) જ્ઞાનશક્તિ ( વિજ્ઞાનમય ). બીજા મતે તે ઘણા પ્રકારની છે. જેમ કે, (૧) સ્મરણશક્તિ, (૨) ઈચ્છાશક્તિ, (૩) યાંત્રિકશક્તિ, (૪) વિદ્યુતશક્તિ, (૫) જલશક્તિ, (૬) વાયુશક્તિ, (૭) બાષ્પશક્તિ અને (૮) અશ્વશક્તિ. Read More
ઉપયોગ
મારા આ સૌ પ્રયોગો છે આધ્યાત્મિક સનાતન, રાજય પ્રકરણે શક્તિ જેથી ઉદ્ભવી છે મુજ – ગાંધીગીતા
|