पुं.
અર્વાચીન હિંદને પશ્ચિમની મોહિનીમાંથી મુક્ત કરી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ તરફ વાળનાર એક મહાન ઉપદેશક. ઈ.સ. ૧૮૬૩માં કલકત્તામાં તે જન્મ્યા હતા. એમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતનું નામ ભુવનેશ્વરી હતું. એમને બાળપણમાં નરેન્દ્રના નામથી બોલાવતા. નાનપણથી જ તેઓ દયાળુ, પ્રેમાળ અને નીડર હતા. તેઓ રામાયણ, મહાભારત સાંભળતા અને ઘણી જ એકાગ્રતાથી ઈશ્વરની ભક્તિ કરતા. તેઓની સ્મરણશક્તિ બહુ સતેજ હતી. દોડવામાં, કૂદવામાં તથા રમતો રમવામાં તેઓ એક્કો અને હિંમતવાન હતા. તેઓ સાદું જીવન ગુજારતા અને જમીન પર સૂતા, ગરીબનો પક્ષ કરતા. શ્રીરામકૃષ્ણ પરમહંસના તેઓ શિષ્ય થયા. ઈ. સ. ૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી બધા ધર્મોની મહાસભામાં જઈ હિંદુધર્મના અપમાનનો સામનો કરી ત્યાંના છ હજાર વિદ્વાનોને મુગ્ધ કરી હિંદુધર્મ એ જ વિશ્વધર્મ છે એમ એકમતે કબૂલ કરાવ્યું અને હિંદુ ધર્મનું ગૌરવ દુનિયાભરમાં વધાર્યું. દક્ષિણ હિંદમાં રામનાદ નામના દેશી રાજ્યના મહારાજાએ સ્વામી વિવેકાનંદને શિકાગોની અખિલધર્મપરિષદમાં હિંદુસ્તાન તરફથી મોકલ્યા હતા. આ પરિષદમાં વિજય મેળવી તેઓ પાછા આવ્યા ત્યારે તેમના માનમાં મહારાજાએ રામનાદમાં કીર્તિસ્તંભ બંધાવ્યો છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.