5 |
|
स्त्री. |
રમવું કે ખેલવું તે; ખુશી કે મોજને માટે જે સ્વાભાવિક હિલચાલ અને ચેષ્ટા કરવી તે; ગેલ; ગમ્મત. શારીરિક તાલીમના આ વિશાળ રાષ્ટ્રવ્યાપી આંદોલનનું ધ્યેય તંદુરસ્ત અને ચેતનવંતા નાગરિકોનો નૂતન સમાજ ઘડવાનું છે. પ્રતિવર્ષ દેશના વધુને વધુ જુવાનો રમતગમતમાં ભાગ લે છે. સિત્તેર લાખ સોવિયેત યુવક યુવતીઓ લંબદોડ, હનુમાન કૂદકો, શારીરિક તાલીમ, વ્યાયામ, મેદાનોની રમતો અને અસંખ્ય સમૂહ હરીફાઈઓમાં ઊતરે છે. ખેલાડીઓની આ જંગી સંખ્યામાં અર્ધોઅર્ધ યુવતીઓ હોય છે. કોમળ ગણાતી નારી માટે રશિયામાં રમતનાં દ્વાર ખુલ્લાં છે. રશિયામાં બધા પ્રકારની રમતો રમાય છે. આમાં હળવી અંગકસરતો, વ્યાયામ, બરફપર સરકવું, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટ બોલ, ટેનિસ, સાયકલસવારી, ઘોડેસવારી, તરવું, નૌકાવિહાર, પેરેશૂટમાંથી કૂદવું, બરફહોકી, મુક્કાબાજી, વજન ઊંચકવું, મલ્લકુસ્તી, શૂળીફૂટબોલ, નિશાનબાજી, શિકાર, મોટર, મોટરસાઇકલ સવારી, મોટરબોટ શરતો, પર્વત પર ચડવું વગેરે પચ્ચાસ જેટલી રમતો લોકપ્રિય છે. અંગકસરતની હરીફાઈઓ થાય છે. તેમાં વિજયચંદ્રક પદો અપાય છે. સોવિયેત ખેડાલીઓએ વિશ્વમાં ઘણી ખરી રમતોમાં વિશ્વરેકર્ડ નોંધાવ્યા છે. બાળકોને રમવાની રમતોના પ્રકારો; ૨।। થી ૩।। વર્ષનાં બાળકોને નીચેનાં સાધનો ઉપર રમવા દેવાં. બીજી ઇતર રમતો પણ રમાડી શકાય. (૧) હીંચકા; નાના હીંચકા ઉપર ઝુલાવવાં. બેસીને, ઊભાંઊભાં, ઝાડની ડાળીએ કે ઘરમાં મોભારીએ દોરીના કે દોરડાંના હીચકા બાંધી ઝુલાવવાં. (૨) લપસવું; સીડી ઉપર ચડીને ઢળતા પાટિયા ઉપરથી લપસાવવાં કે લપસવા દેવાં. (૩) ધૂબકા ખાવા; બાળક ખાઈ શકે તેટલી ઊંચાઈએથી ઘૂબકા ખવરાવવા. નીચે રેતી અથવા ગાદલાં રાખવાં. (૪) કુસ્તી; રેતીના ખાડામાં અથવા તો ગાદલાં ઉપર સરખે સરખાં બાળકોને કુસ્તી કરાવવી. કુસ્તીમા વાળ ખેંચવા, નખ મારવા, બટકાં ભરવાં, ગડદાપાટું મારવાં જોઇએ નહિ. તેની સૂચના પહેલેથી આપવી. (૫) ગલોટિયાં ખાવાં; ગાદલાં કે શેતરંજી ઉપર હાથ પગ સીધા ટટાર રાખીને આળોટવું અને જમીન ઉપર માથું ટેકવીને ગોઠણભર બેસીને ગલોટિયાં ખાવાં: (૬) સમતોલ ઉપર સામસામે બેસીને ઊંચાનીચા થવું. (૭) ચકડોળ ઉપર સામસામે બેસીને ગોળ ગોળ ફરવું. (૮) ઘા કરવા; પથ્થરના કે દડાના દૂર ઘા કરવા. (૯) દોડવું; સાદી દોડ, પાછળ દોડવું, હાથ ઊંચા, બાજુમાં, સામે, નીચે, પાછળ, કમ્મર ઉપર રાખીને દોડવું, એક પગે ઠેકતાં ઠેકતાં દોડવું, જોરથી દોડવું, ધીમે ધીમે દોડવું. (૧૦) દૂર સુધી ચાલતા લઇ જવા ને પાછા આવવું. નીચલા ઝાડ ઉપર ચડવા દેવા કે નાની ટેકરીઓ ચડાવવા. (૧૧) ત્રણ પૈડાંવાળી સાઇકલ ફેરવવા આપવી. (૧૨) ઢળકતો ઘોડો, હોડી કે એવા બીજા સાધન ઉપર રમવું. ઉપરની પ્રવૃત્તિઓ બાળકોના આ કાળમાં તેમના શરીર ને વિકાસમાં ઉપયોગી થઈ પડે તેવી છે. ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કે પ્રવૃત્તિઓ બાળકોને ગમે તેટલી વાર અને ગમે ત્યારે જ કરાવવી. એ પછીની ઉમરે દોરીના કૂદકા, પૈડાં ફેરવવા પણ આપી શકાય. ઘરમાં રમી શકાય તેવી; અવાજ તરફ, અકેક ધોળ, અનાજવીણો, આદર સત્કાર, આંધળોપોટો, એકી કે બેકી, અંગૂઠા ઊંચાનીચા, ઉંદરડો કે ઉંદરડી, કાગડી, કોણ ગયું ? ગાય ખોવાણી, ઘીખાઉં ગોળખાઉં, ઘોડોઘોડો, ચક્કરડી, ચત્ત કે બઠ, છાનગપતિયું, ઝૂલતો દડો, દહીમાં દૂધમાં, પક્ષી ઊડે, પાગલો પા, ફેરકૂરદડી, બંગડીદા, મસ્તઆસન, મચ્છરમાર, મારા માથાપર કોણ છે, મીણબત્તી ઓલવી દો, રણકોકડીનાં ગાડાં, લીટા ઉપર ચાલવું. શાંતિની રમત, હસતો દડો. ફળીમાં રમી શખાય તેવી; અનુકરણ, અડી-રે-અડી, આવ રે વરસાદ, એન ધેન, ઉંદર ને બિલાડી, ઉંદર ભાગ બિલાડી આવી, કપડાં ઉતારો અને પહેરો, પડછાયા પકડ, ભૂલશો નહિ, માણુંમીઠું, મારી વાડીમાં, મૂર્તિ, મોજુંમાર, મૌન, ઘોડો ઘોડો ઘોલકી ઘોલકી, ચત્ત કે બઠ, છોકરાપરે, ડોશી ડોશી ક્યાં ચાલ્યાં, દોરીને ગાંઠો વાળવી, દોર વીંટવો, રતન ખોવાણાં, રમુજી કૂચ, લોટંકૂક, વાનર મદારી, સાત તાળી, સોય દોરા, હાથી. સાધન વિનાની: અનુકરણ, એડેકધોમ, અડી રે અડી, આવ રે વરસાદ, એનધેન, અંગૂઠા ઊંચાનીચા, ઉંદરડી કે ઉંદરડો, ઉંદર ભાગ બિલાડી આવી, ઉંદર ને બિલાડી, ગાય ખોવાણી, ઘીખાઉં ગોળખાઉં, ચક્કી ચોખા ખાંડે છે, છોકરાંવરે, દહીંમાં દૂધમાં, પક્ષી ઊડે, પડછાંયા પકડ, પાગલોપા, ફેરફૂદરડી, ભૂલશો નહિ, મસ્તઆસન, માણુંમીઠું, મારા માથપર કોણ ચડ્યું, મારી વાડીમાં મૌન, રાણકોકડીનાં ગાડાં, શાંતિની રમત, સાતતાળી, સંતાકૂકડી સાધનવાળી રમતો: અવાજ તરફ, અનાજવીણો, આદરસત્કાર આંધળોપોટો, એકીબેકી, ઉંદર અને બિલાડી, કપડાં ઉતારો અને પહેરો, કાગડી, કોણ ગયું, ઘોડોઘોડો, ઘોલકીઘોલકી, ચક્કરડી છાનગપતિયું, ડોશી ડોશી ક્યાં ચાલ્યાં, દોરીને ગાંઠો વાળવી, દોર વીંટવો, નામદડો, પડાપડી, બંગડી દા, મચ્છમાર, મીણબત્તી ઓલવી દો, મૂર્તિ, મોજુંમાર, રતન ખોવાણાં લીટા પર ચાલવું, હસતો દડો, ઝૂલતો દડો. બુદ્ધિપ્રદ રમતો; એકીબેકી, કોણ ગયું, પક્ષી ઊડે, ભૂલશો નહિ, રતન ખોવાયાં, દહીંમાં દૂધમાં. રમુજી રમતો; અનુકરણ આદર સત્કાર, ગાય ખોવાણી, મોજુંમાર, મૌન, વાનર મદારી, પક્ષી ઊડે, મૂર્તિ, હસ્તો દડો, હોહો, મસ્ત આસન. રેખા રમતો; અવાજ તરફ, અનાજવીણો, અંગુઠા ઊંચાનીચા, કપડાં ઉતારો પહેરો, દહીંમાં દૂધમાં, દોર વીંટવો, દોરીને ગાંઠો વાળવી, પક્ષી ઊડે, મૌન, રતન ખોવાણાં, લીટા ઉપર ચાલવું હો હો. વર્તુળ રમતો; અડેકધોમ, ઉંદરડો કે ઉંદરડી, ઉંદર બિલાડી, કોણ ગયું, ચક્કી ચોખા ખાંડે છે, ઝૂલતો દડો, પડાપડી, પાપડી, મૂર્તિ, મોજુંમાર, હસતો દડો છાનગપતિયું આંખે પાટા બાંધીને રમવાની રમતો; અવાજ તરફ, આદરસત્કાર આંધળોપોટો, કોણ ગયું, મચ્છરમાર મોજુંમાર. માત્ર બહેનો માટેની રમતો; ઘોલકીઘોલકી, ફેરકૂદરડી, બંગડીદા.
રૂઢિપ્રયોગ
૧. રમત કરવી-રમવી-માંડવી = (૧) આનંદ કરવો. (૨) કામની રીતે કામ ન કરતાં તેની સાથે ખાલી ખેલવું કે વખત બગાડવો. (૩) વિના મને કામ કરવું.
૨. રમત રમવા બોલાવવું = પરણ્યા પછી પહેલીવાર જમાઈને જમવા બોલાવવું.
૩. રમત રમવી = (૧) ખેલ ખેલવો; દાવ નાખવા. (૨) યુક્તિ વડે છેતરવું. (૩) રમવું; ખેલવું.
|