3 |
[ સં. ] |
न. |
અઢાર મુખ્ય માંહેની એક ધાતુ; કીમતી અને તેજદાર પથ્થર કેનંત્ર; મણિ; જવાહિર. તેની બે જાત છે: એક ખનિજ અને બીજી પ્રાણિજ. પહેલી જાતમાં હીરો, લાલ, નીલ વગેરે છે અને બીજી જાતમાં મોતી, પરવાળાં વગેરે છે. મોતી તથા પરવાળાં સિવાયનાં બધા ખરાં રત્નો ખનિજના પથ્થરો જ હોય છે ને જમીનમાંથી ધાતુઓની માફક સાધારણ ચળકતા પથ્થર જેવાં નીકળે છે. સ્વાભાવિક રીતે ધરતીના પેટાળમાંથી નીકળતી વખતે કાર્બન અને મોટી સાથે તે મિશ્રિત હોય છે. ખનિજના રૂપમાં આ રત્નો ગાંગડા જેવાં જ હોય છે, જેથી ખાસ નેત્રપ્રિય હોતાં નથી. આવાં રત્નોના નિષ્ણાત પરખંદાઓ તેમના આવા સ્વરૂપમાં પણ તેના વિશિષ્ટ ગુણો આંકી શકે છે. આ ખરડના ગાંગડાઓને ઘાટીલા અને પ્રકાશિત બનાવવાનો એક ખાસ ઉદ્યોગ હોય છે; જેનાં કારખાનાં અને મશીનોમાં આવાં ખનિજ રત્નો કપાય છે. ઘસાય છે અને બને એટલા વધારે પ્રકાશ માટે અનેક પાસા તેના ઉપર પાડવામાં આવે છે. આવી રીતે ઘાટીલાં અને પાલીશ કરી પૂરતા પ્રકાશવાળાં બનેલાં નંગો દાગીનાઓમાં જડવા માટે તૈયાર થયેલાં ગણવામાં આવે છે. પ્રાચીન સમયમાં લોકો રસાયણિક પૃથક્કરણના અભાવે રત્નનાં રંગ અને ઘનતા ઉપરથી તેની જાત ઓળખતા. હીરા, માણેક અને પોખરાજનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં ન હતો, કારણ કે તેના ઉપર કોતરકામ કરવું ઘણું જ મુશ્કેલી ભરેલું હતું. કેટલુંક જૂનું કામ સંગ્રહકારો ઘણું કીમતી ગણે છે. બનાવટી અથવા કૃત્રિમરત્ન રાસાયણિક પ્રયોગોથી બનાવવામાં આવે છે. કૃત્રિમ રત્નો વજનમાં, દેખાવમાં અને ચમકમાં સાચાં રત્ન જેવાં જ હોય છે. સંવત ૧૪૭૮ના પૃથ્વીચંદ્ર ચરિત્રમાં જણાવેલું છે કે, પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રકારાગ, પુષ્પરાગ, માણેક, સિંધલિયા, ગુરુડોદ્ગારમણિ, મરકત, કર્કેતન, વજ્રા, વૈદૂર્ય, ચંદ્રકાંત, સૂર્યકાંત, જલકાંત, શિવકાંત, ચંદ્રપ્રભ, સાકરપ્રભ, પ્રભર્તા, અશોક, વીતશોક, અપરાજિત, ગંગોદક, મસારગલ્લ, હંસગર્ભ, પુલિક, સૌગંધિક, સુભગ, સૌભાગ્યકર,વિષહર, ધૃતિકર, પુષ્ટિકર, શત્રુહાર, અંજન, જ્યોતિ, રસ, શુભરુચિ, શૂલમણિ, અંશુકાલિ, દેવાનંદ, રિષ્ટરત્ન, કીટપંખી, કસાઉલા, ઘૂમરાઇ, ગોમૂત્ર, ગોમેધ, લસણિયા, નીલ, તૃણચર, બઈગઈ, વજ્રધાર, ષટ્કોણ, કણી, ચાપડી, પિરોજા, પ્રવાલ, મૌક્તિક, લોહિતાક્ષ વગેરે રત્નો ગણાવેલાં છે. દરેક ગ્રહનું પણ અકેક એમ મુખ્ય નવ રત્ન ગણાય છે. જેમકે, સૂર્યનું માણિક્ય, ચંદ્રનું મોતી, મંગળનું પ્રવાલ, બુધનું પાનું, ગુરુનું પોખરાજ, શુક્રનો હીરો, શનિનું નીલમ, રાહુનું ગોમેદક અને કેતુનું વૈદૂર્ય રત્ન ધારણ કરવું એ પુણ્યજનક કહેવાય છે. ગ્રહો વગેરેના ઉત્પાત થાય ત્યારે રત્ન પહેરવા અને દાન કરવાનો વિધિ છે. વૈદકામાં આ રત્નોમાંથી ભસ્મ બનાવવામાં આવે છે અને જુદા જુદા રત્નોની ભસ્મનો જુદો જુદો ગુણ મનાય છે.
|
13 |
|
न. |
સમુદ્ર વલોવતાં નીકળેલી ચૌદ વસ્તુઓમાંની દરેક. ચૌદ રત્ન આ પ્રમાણે છે: લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, સુરા, ધન્વંતરી, ચંદ્રમા, કામદુધા, ઐરાવત, રંભા વગેરે દેવાંગનાઓ, ઉચ્ચૈ:શ્રવા, અમૃત, સારંગધનુષ્ષ, પાંચજન્ય શંખ અને હલાહલ.
|