પોલ બ્રન્ટન ઇગ્લેન્ડના એક છાપાંના તંત્રી, પત્રકાર. ભારતના પ્રાચીન ગૌરવ અને એની સંતપરંપરાથી આકર્ષાયેલા પોલ બ્રન્ટન અનેકવાર ભારતનો પ્રવાસ કરવા આવેલા. એ દરમિયાન એમણે ભારતમાં પ્રવર્તતા અનેકવિધ મત-સંપ્રદાયના સંતોમહંતો, યોગીફકીરો સાથે રૂબરૂ મુલાકાતો કરી અને એના આધારે કેટલાંક પુસ્તકો લખ્યાં. એ શ્રેણીનું પહેલું પુસ્તક એટલે – ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં.
પોલ બ્રન્ટનની મૂળ શોધ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજ હતી. એમને ભારતીય યોગ અને યોગી પરંપરામાં ઘણો રસ હતો. એમની આ શોધ નિરંતર ચાલ્યા કરી, જીવનપર્યત. ભારતના ભવ્ય વારસા અને વૈભવને સાચા અર્થમાં વિશ્વ સમક્ષ મૂકતું આ પુસ્તક અદ્ભૂત છે. આ શ્રેણીમાં પછી બીજું એક પુસ્તક હમણાં થયું-‘હિમાલય અને એક તપસ્વી’. જેનો અનુવાદ કરવાનું સૌભાગ્ય આ લખનારને પ્રાપ્ત થયું છે.
ઈશ્વરની શોધ કહો કે એ પરમતત્ત્વને પામવાની મથામણ, આ પુસ્તકના પાનેપાને એ વ્યક્ત થઈ રહી છે. ઇજિપ્તના જાદુગર એવા મહંમદ બે હોય કે પયગંબર મહેરબાબા હોય કે પછી મૃત્યુને જીતનારા યોગીરાજ બ્રહ્મ, શક્તિપાત કરનારા મૌની યોગી, શ્રી શંકરાચાર્યજી, શ્રી રમણ મહર્ષિ અને એમના શિષ્ય મહર્ષિ રામૈયા, આશ્ચર્યકારકર શક્તિઓ ધરાવતા બનારસી સંત વિશુદ્ધાનંદ, જ્યોતિષી સુધીબાબુ, રાધાસ્વામી સાહેબજી મહારાજ જેવા દરેક યોગીસંતફકીર સાથે વાર્તાલાપમાં પોલ બ્રન્ટને પોતાની જીજ્ઞાસા સંતોષવાનો અથાક પ્રયાસ કર્યો. વાતચીત દરમિયાન આ મહાપુરુષોમાંથી કેટલાંકે ભાખેલી પોલ બ્રન્ટન વિશેની ભવિષ્યવાણી પછીથી સત્ય પણ સાબિત થઈ. સરવાળે આ બધી બાબતો ઉપરથી પોલ બ્રન્ટનનો પ્રાચીન ભારતીય પરંપરામાં વિશ્વાસ વધુ દૃઢ થયો.
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં પછી તો પોલ બ્રન્ટન વારંવાર ભારતના પ્રવાસે આવતા રહ્યા. એટલું જ નહીં, રમણ મહર્ષિ સાથે થયેલાં વાર્તાલાપને અંતે એમના આશ્રમમાં એ લાંબો વખત રહ્યા પણ ખરા. ભારતીય વારસા અને વૈભવને વિશ્વ સુધી યોગ્ય રીતે મૂકી આપવામાં પોલ બ્રન્ટનનું સ્થાન અગ્રીમ હરોળમાં છે. એટલે જ આજેય એમના પુસ્તકો યોગ, અધ્યાત્મ જેવા અઘરાં વિષયો આધારિત હોવા છતાં એમની લખાણની વિશિષ્ટ શૈલી અને તથ્યોને સુપેરે ઉજાગર કરવાની ચેષ્ટાને લીધે વાચકોમાં પ્રિય છે. વિવિધ ધર્મસંપ્રદાયો અને મતમતાંતરો વચ્ચે ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિનો આલેખ તપાસવો હોય તો આ પુસ્તક વાંચવું રહ્યું.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.