‘ખરા બપોર’એ પ્રસિદ્ધ વાર્તાકાર શ્રી જયંત ખત્રીનો અંતિમ વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહ એમના અવસાન પછી 1968માં પ્રગટ થયો છે, જેમાં કુલ અગિયાર વાર્તાઓ છે. વાર્તા રસિકોને આજે પણ આ વાર્તાઓ માણવી ગમે એવી છે.
આ વાર્તાસંગ્રહમાંની કેટલીક વાર્તાઓ રણપ્રદેશમાં વસતા લોકોની વાત રજૂ કરે છે. આ વાર્તાઓનાં પાત્રો પણ રણ જેવાં જ ધગધગતાં અને તરસ્યાં છે. જે વાર્તાઓમાં શહેરીજીવનની વાત છે એ વાર્તાઓનાં પાત્રોની મનોદશા પણ મોટા શહેરની કોઈક અવ્યવસ્થિત ઓરડી જેવી વેરવિખેર છે.
‘ધાડ’ વાર્તા રણપ્રદેશના એક ધાડપાડુના સંઘર્ષ પર આધારિત છે. હાલમાં જ આ વાર્તા પરથી એક કલાત્મક ફિલ્મ રજૂ થઈ છે. આ કારણથી આ વાર્તા વિષે ખૂબ જ ચર્ચા થઈ છે.
‘માટીનો ઘડો’ વાર્તામાં નાયિકાને એક ઘડો પાણી મેળવવા માટે કેટકેટલા ક્ષોભ, સંકોચ, આનાકાની, ડંખ અને વેદના મેળવવા પડે છે એની વાત છે.
‘સિબિલ’ વાર્તામાં એક બાર-રૂમ, એ બાર-રૂમના મુલાકાતીઓ અને એ મુલાકાતીઓની ખાંસતી જિંદગીની વાત છે.
‘ખરા બપોર’ વાર્તામાં ભૂખથી પીડાતા માણસોની વાત છે. વાર્તાકારે આ વાર્તામાં એક ફકીરની દશાનું વર્ણન કરતાં લખ્યું છે કે: ‘માનવીનું વિકૃત મન કેવી ભયંકર ઘટનાઓ સર્જી શકે છે એથી તદ્દન અજ્ઞાત એ ફકીર ઓટલાને ખૂણે ઘૂંટણથી અઢેલીને ઊભો હતો. ફિક્કી કીકીઓવાળી, ધૂળે ભરેલી અને સૂઝેલી એની આંખોમાં નરી મૂઢતા ભરી હતી. એણે પોતાની અર્ધી જિંદગી પશુની પેઠે ખોરાકની શોધમાં ભટકતાં વીતાવી હતી. પરિણામે એને ઘણાં માનવલક્ષણો ગુમાવ્યાં હતાં.’
‘ડેડ એન્ડ’ વાર્તા દ્વારા વાર્તાકાર બે વેશ્યાની જિંદગીનો વિશિષ્ટ રીતે પરિચય કરાવે છે.
‘નાગ’ વાર્તામાં વાર્તાકારે માનવીય આવેગોને કલાત્મક રીતે રજૂ કર્યાં છે.
‘ગોપો’ વાર્તામાં અણધારી મળેલી દોલતની અને સટ્ટાબાજીની વાત છે.
‘ખલાસ’ વાર્તાના નાયકની મનોસ્થિતિ કેવી છે! એના જ શબ્દોમાં, ‘હું કશીક ભેળસેળ કરું છું. એમ બધાંને લાગ્યા કરે છે…અને હું બહુ જ ઉતાવળે બહુ જ આગે દોડી ગયો છું એમ મને લાગ્યા કરે છે!’
‘જળ’ વાર્તાનો નાયક કહે છે કે, ‘મને તરત જ ભાન થાય છે કે, હું જાગું છું પણ કશી ગમ પડતી નથી. વિચારો એકબીજા પર ઘસાઈ ‘સેન્ડ પેપર’ ઘસાય એવો કર્કશ અવાજ કરી રહ્યા છે.’
‘મુક્તિ’ વાર્તાની રચના કાવ્યમય ભાષા, પ્રતીકો અને કલ્પનો વડે થઈ છે.
‘ઈશ્વર છે?’ વાર્તામાં નકશીકામના એક કલાકારની વ્યથાનું આલેખન થયું છે. ‘ઈશ્વર છે?’ એ પ્રશ્ન સમગ્ર વાર્તામાં ઘૂંટાયા કરે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.