મૂળ અંગ્રેજીમાં એકસો અઠ્ઠાવીસ પૃષ્ઠોમાં છપાયેલી આ કથામાં મધ્યમવર્તી પ્રસંગ એક જ છે. જેનો લેખક છે અર્નેસ્ટ હેમિંગ્વે. એમને ‘ધ ઓલ્ડ મૅન અૅન્ડ ધ સી’ની પ્રભાવક વર્ણનકલા માટે નોબેલ પુરસ્કાર મળેલો છે. આ કૃતિનો ગુજરાતી અનુવાદ રવીન્દ્ર ઠાકોરે ‘અપરાજેય’ નામે કરેલો છે. જે 1952માં પ્રગટ થયેલી અને તેનો અનુવાદ 1991માં થયો. વૃદ્ધ સાન્ટિયાગોRead More
એક હજાર ને એક રાતોની વાતોએ કંઈ કેટલાંય વર્ષોથી દુનિયાભરના આબાલવૃદ્ધ વાચકોને આશ્ચર્ચમાં ગરકાવ કરી દીધા છે. સિન્દબાદની સાહસી દરિયાઈ સફર અને હારુન અલ રશીદના પરાક્રમોથી લગભગ કોઈ અજાણ નથી. અરેબિયન નાઇટ્સ એવા તો તિલસ્માતી દૃશ્યો ખડાં કરે છે કે જ્યાં હકીકત અને તરંગો એકમેકમાં ભળી જાય છે. વિશ્વભરમાં મોટાભાગની ભાષાઓમાં અવનવા સ્વરૂપે સતત કહેવાતી,Read More
વિશ્વખોજ (vishvakhoj) પુસ્તક (gujarati ebook, gujarati book) તમને જીવનમાં શું જોઈએ છે, કેમ જોઈએ છે તે બાબતોનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરાવે છે. જીવનમાં હંમેશા મનુષ્ય કંઈકને કંઈક શીખીને પોતે શિક્ષા લેતો રહે છે. આ જીવન જ એક શિક્ષક છે. જેમ બાળક ભણવા માટે શાળાએ પહોંચી જાય અને શિક્ષા ગ્રહણ કરે છે. બાળપણમાં એક શિક્ષક વિધાથીઓને શિક્ષાRead More
‘ખરા બપોર’એ પ્રસિદ્ધ વાર્તાકાર શ્રી જયંત ખત્રીનો અંતિમ વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહ એમના અવસાન પછી 1968માં પ્રગટ થયો છે, જેમાં કુલ અગિયાર વાર્તાઓ છે. વાર્તા રસિકોને આજે પણ આ વાર્તાઓ માણવી ગમે એવી છે. આ વાર્તાસંગ્રહમાંની કેટલીક વાર્તાઓ રણપ્રદેશમાં વસતા લોકોની વાત રજૂ કરે છે. આ વાર્તાઓનાં પાત્રો પણ રણ જેવાં જ ધગધગતાં અને તરસ્યાંRead More
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ પોંખેલા ‘કાવ્યાલ્પ’ કાવ્યસંગ્રહ પછી કવિ અલ્પા વસા વાર્તા તરફ ગતિ કરે છે અને ‘વાર્તાલ્પ’ ટૂંકીવાર્તાસંગ્રહ આપે છે. વાર્તા તો જીવનના દરેક તબક્કે, હરેક સમયે મળી જતી હોય છે, જરૂર હતી ફક્ત સંવેદનશીલ બનવાની અને આંખ-કાન ખુલ્લા રાખવાની અને એમ કરતાં લેખિકા આપણને વાર્તાના એક નવા વિશ્વમાં લઈ જાય છે. પરંતુRead More
‘ધૂમકેતુ’ તરીકે વધુ જાણીતા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ સાહિત્યનાં તમામ ગદ્યસ્વરૂપો ખેડ્યાં છે, પણ તેમની વાર્તાઓ વધુ લોકપ્રિય રહી. તેમના 24 વાર્તાસંગ્રહો પ્રગટ થયા. એમાંથી ચૂંટેલી ઉત્તમ વાર્તાઓના પણ સંગ્રહો થયા. વર્ષ 1965માં પ્રકાશિત થયેલા ‘ધૂમકેતુનાં વાર્તારત્નો’માં કુલ 25 વાર્તાઓ સામેલ કરવામાં આવી છે. કેટલીક વાર્તાનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે: (1) ભૈયાદાદા: 25 વર્ષથી એકRead More
પ્રસિદ્ધ સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકે ‘દ્વિરેફ’ના ઉપનામથી લખેલી તેર વાર્તાઓનો આ સંગ્રહ છે, જે 1928માં પ્રગટ થયો છે. લગભગ 90 વર્ષ પહેલાંની આ વાર્તાઓ આજે પણ વાંચવી ગમે એવી છે. આ વાર્તાઓમાંથી કેટલીક વાર્તાઓની ગણના ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓમાં થાય છે. ‘એક પ્રશ્ન’ વાર્તા એક પરિવારના સભ્યો વચ્ચેના સંવાદના રૂપે છે અને વ્યંગ, રહસ્ય, કુતૂહલRead More
‘ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1987માં પ્રગટ થઈ હતી. ત્યારબાદ આ પુસ્તકનું પુનર્મુદ્રણ થતું રહ્યું છે. ‘ગુડ નાઇટ ડેડી’ વાર્તામાં એક બાળકી અને એના પપ્પા વચ્ચેના સંવાદો છે. વાર્તાના અંતે ચોટ છે. ‘અઢી મિનીટની વાર્તા’ની ભાષા કાવ્યમય છે તો ‘ક્રમશ:’ અને ‘મિશેલ તું મારી ભાષા સમજે છે?’ વાર્તાની ભાષા લલિત નિબંધની છે. ‘ઓમારRead More
બુદ્ધિચાતુર્યની વાત આવે ત્યારે બીરબલ અને તેનાલીરામ જેવા સુપ્રસિદ્ધ પાત્રોની સાથે કવિ કાલિદાસ પણ યાદ આવે. અકબર – બીરબલ કે તેનાલીરામના પુસ્તકો સરળતાથી પ્રાપ્ય છે પરંતુ રાજા ભોજ અને કવિ કાલિદાસ પર લખાયેલાં પુસ્તકો જવલ્લે જ જોવા મળે છે. ‘ભોજ અને કાલિદાસ’ પુસ્તકમાં ફક્ત બુદ્ધિચાતુર્ય અને ચમત્કૃતિની 112 વાર્તાઓ જ નથી પણ આ પાત્રોના સમયRead More
‘અદૃશ્ય દીવાલો’એ જાણીતા વાર્તાકાર શ્રી માવજી મહેશ્વરીની એકવીસ વાર્તાઓનો સંગ્રહ છે. વાર્તાઓ મુખ્યત્વે ગ્રામ્યજીવન પર આધારિત છે. વાર્તાકારને ગામ, ખેતર, વાડી, સીમ, વગડો, વગેરે સાથે સીધો સંપર્ક છે આથી એમને ગ્રામ્યજીવનના અનુભવો ઉછીના નથી લેવા પડ્યા. ગામડાંની વાત આવે એટલે આપણી નજર સમક્ષ હરિયાળાં ખેતરો, ખળખળ વહેતી નદીઓ, લીલાંછમ વૃક્ષો અને મોટાં મનનાં માનવીઓ આવીનેRead More
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.