કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લિખિત આ પહેલી બોલ્ડ નવલકથા છે. આ નવલકથાની નાયિકા પોતાના પતિને અનહદ ચાહે છે. સુખ, સગવડ, સંપત્તિ એની પાસે હોય છે. તેનું હૃદય એના પતિ આદિ માટે ધબકતું હોય છે અને શ્વાસ એના પ્રેમી શૈલરાજસિંહને ઝંખે છે. અહીં એવી સ્ત્રીના પ્રણયની સંવેદનશીલ વાત રજૂ કરવામાં આવી છે કે જેને પતિ અને .. Read More
કૃષ્ણાયન એ પ્રસિદ્ધ ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા રચિત ખૂબ વંચાયેલુ, વખણાયેલું પુસ્તક છે. લેખિકા કહે છે કે, કૃષ્ણના જીવનની ત્રણ સ્ત્રીઓ : તેમની પ્રેમિકા – રાધા, સખી – દ્રૌપદી અને પત્ની – રૂકમણી તેમના વિષે શું મનાતી એવું કુતુહુલ એમને હંમેશા રહેતું અને એ કુતુહલથી પ્રેરાઈને થયેલું સર્જન એટલે કૃષ્ણાયન. હિરણ્ય, કપિલા અને .. Read More
સિદ્ધહસ્ત ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્યનો નારીસંબંધોને ઉજાગર કરતાં 44 લેખોનો સંગ્રહ એટલે સર્ચલાઈટ. લાગણીની ભીની ભીની વાતો, તેના ઋજુ-કઠોર ભાવોનું પ્રતિબિંબ, ટીનએજની આકાંક્ષાઓ, બે જનરેશન વચ્ચેની સંવાદિતા અને વિસંવાદિતા, સ્ત્રીપુરુષ સંબંધોની સંવેદનાના તાર ઝંકૃત કરતી ગુફતેગો, લગ્નેતર સંબંધોની છણાવટ, માતૃત્વ- પિતૃત્વના અગમ ઉંડાણ, સાસુ-વહુના સંબંધો, સાસુ-જમાઈના સંબંધો – એના પર સર્ચલાઈટ ફેંકી વાચકને જકડી .. Read More
ભારતીય સાહિત્યમાં જેનું સર્જન સર્વશ્રેષ્ઠ ગણાય છે એ છે મહાભારત. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર સદીઓ સુધી દુનિયાની સમગ્ર પ્રજાને મોહિત કરનાર રહ્યું છે, અને એ જ છે આ કથાની નાયિકા. આ નવલકથાની લેખિકા કાજલ ઓઝા વૈદ્ય છે. જેમની ગણના ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકારોમાં થાય છે. આ પુસ્તક આર.આર. શેઠ એન્ડ સન્સ કંપનીએ પ્રકાશિત કર્યુ છે. આ .. Read More
નવભારત સાહિત્યમંદિર દ્વારા પ્રકાશિત થયેલ કાજલ ઓઝા વૈદ્ય લિખિત “દરિયો એક તરસનો” એ બે ભાગમાં અને બાવન પ્રકરણોમાં વહેંચાયેલી રસપ્રદ નવલકથા છે. ગુજરાતી ભાષામાં માનસશાસ્ત્ર પર આધારિત કથાઓ ખૂબજ અલ્પ પ્રમાણમાં છે. આ નવલકથા એક એવી સુંદર છોકરીની કથા છે જેની કિશોરાવસ્થા લાઈટ્સ, કેમેરા અને એક્શનની વચ્ચે ખોવાઈ ગઈ છે. માત્ર વીસ વર્ષની નાયિકા મોસમ .. Read More
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.