ટ્વિંકલ ખન્નાને રાજેશ ખન્નાની દીકરી, એક સમયની અભિનેત્રી કે પછી પ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમારની પત્ની તરીકે તો ઘણાય ઓળખે છે, પરંતુ હવે એમની એક કટાર લેખિકા તરીકેની નવી ઓળખ બની છે. એમની કટારમાં તેઓ રમૂજી અને વ્યંગભરી વાતો લખે છે અને ખૂબ જ નિખાલસતાથી લખે છે. એ વાતો એમણે અનુભવેલી સત્ય ઘટનાઓ અને એની સ્મૃતિઓ .. Read More
‘ખરા બપોર’એ પ્રસિદ્ધ વાર્તાકાર શ્રી જયંત ખત્રીનો અંતિમ વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહ એમના અવસાન પછી 1968માં પ્રગટ થયો છે, જેમાં કુલ અગિયાર વાર્તાઓ છે. વાર્તા રસિકોને આજે પણ આ વાર્તાઓ માણવી ગમે એવી છે. આ વાર્તાસંગ્રહમાંની કેટલીક વાર્તાઓ રણપ્રદેશમાં વસતા લોકોની વાત રજૂ કરે છે. આ વાર્તાઓનાં પાત્રો પણ રણ જેવાં જ ધગધગતાં અને તરસ્યાં .. Read More
‘રોમા’ નવલકથા ચંદ્રકાંત બક્ષીએ 1959માં લખી છે. લેખકે 1985માં આ નવલકથાની બીજી આવૃત્તિ વખતે જણાવ્યું હતું કે, ‘રોમાં જે કાળમાં લખાઈ એ કાળમાં નાની ફ્રેંચ નુવેલા પ્રકારની કથાઓની એના પર અસર હતી.’ મુંબઈમાં રહેતી રોમા નામની યુવતીની આ કથા છે. રોમા રાજનને પ્રેમ કરે છે, રાજન સાથે લગ્ન કરે છે અને એનો સંઘર્ષ શરૂ .. Read More
શ્રી ચંદ્રકાંત બક્ષીની પેરેલિસિસ નવલકથાની પ્રથમ આવૃત્તિ 1967માં પ્રગટ થઈ હતી. આ નવલકથા વાચકોને ખૂબ જ પસંદ પડી છે. લેખકની લોકપ્રિયતાની જેમ જ આજે પણ આ નવલકથાની લોકપ્રિયતા અકબંધ છે. આ નવલકથાનો નાયક પ્રોફેસર શાહ પેરૅલિસિસનો દર્દી છે. એ બુદ્ધિશાળી છે એટલે સતત મનોમંથન કરે છે. સતત સવાલો પણ કરે છે. ડૉક્ટર દેસાઈ એને કહે .. Read More
પ્રસિદ્ધ લેખક શ્રી ધ્રુવ ભટ્ટની ‘તિમિરપંથી’ નવલકથા 2015માં પ્રગટ થઈ છે. આ નવલકથામાં કળાની અનોખી વાત રજૂ કરવામાં આવી છે. કળા પણ શાની? ચોરીની. ચોરીની કળા સાથે સંબંધ ધરાવતા લોકોની આ કથા લેખકે પોતાની આગવી શૈલીથી રજૂ કરી છે એટલે નવલકથા વાંચવાની શરૂઆત કર્યા પછી વાચક પાસે એક જ વિકલ્પ રહે છે, નવલકથા પૂરી કરવાનો. .. Read More
રાવજી પટેલની નવલકથા ‘ઝંઝા’ 1966માં પ્રગટ થઈ છે. આ નવલકથાનો નાયક પૃથ્વી નામનો યુવાન છે. એનો પરિવાર પૈસે ટકે સુખી છે, પરંતુ પૃથ્વીને એ સુખ મંજૂર નથી. એને એકને એક પ્રકારનું જીવન જીવવાનું ગમતું નથી. એને મનની ઝીણામાં ઝીણી વાત વ્યક્ત થઈ શકે એવું જીવન જીવવું છે. આથી એ પોતાનું ઘર છોડીને ભાડાની એક ઓરડીમાં .. Read More
શ્રી ધ્રુવ ભટ્ટની દરેક નવલકથામાં કશો નવો જ વિષય હોય. એમની એવી જ એક રસપ્રદ નવલકથા ‘કર્ણલોક’ 2005માં પ્રગટ થઈ છે. આ નવલકથામાં એક અનાથાશ્રમની વાત છે. આ અનાથાશ્રમમાં સંજોગોને આધિન એવાં કુમળાં બાળકો રહેતાં હોય છે. એ બાળકોને અનાથાશ્રમનું સંચાલન કરનારા વિવિધ સામાજિક કાર્યકરો, કર્મચારીઓ અને અધિકારીઓ સાથે પનારો પડે છે. આ બધા સામાજિક .. Read More
આ પુસ્તકમાં વિવિધ લેખકોએ રચેલાં તેર એકાંકીઓનો સમાવેશ થયો છે. સંપાદક શ્રી ચંદ્રવદન મહેતાએ આ સંગ્રહની પ્રસ્તાવનામાં સંગ્રહનું કારણ આપતાં લખ્યું છે કે, ‘અત્યાર સુઘીનાં એકાંકીઓમાં આવેલા વળાંકો અને પ્રોયોગોને આ સંગ્રહમાં સ્થાન આપ્યું છે.’ સંપાદકનો આ પુસ્તક પ્રગટ કરવા પાછળનો ખ્યાલ, વાચકો સમક્ષ ગુજરાતી એકાંકીઓનો નકશો મૂકવાનો હતો. આ પુસ્તકમાં જે લેખકોનાં એકાંકીઓ પ્રગટ થયાં .. Read More
‘એક ટુકડો આકાશનો’એ પ્રસિદ્ધ લેખક શ્રી દિનકર જોષીએ લખેલી રસપ્રદ નવલકથા છે, જે વીર નર્મદના જીવન પર આધારિત છે. નવલકથાના લેખકે સ્પષ્ટતા કરી છે કે : ‘નર્મદે એની પોતાની વાતો આપણને કહી છે. એના વિશે ઘણી વાતો આપણને ઘણાએ કહી છે. આમ છતાં કેટલીક જગ્યાએ ઘણું ખૂટે છે. આ બધું યથાશક્તિ – યથામતિ જોયાં-તપાસ્યાં પછી .. Read More
પ્રસિદ્ધ સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકે ‘દ્વિરેફ’ના ઉપનામથી લખેલી તેર વાર્તાઓનો આ સંગ્રહ છે, જે 1928માં પ્રગટ થયો છે. લગભગ 90 વર્ષ પહેલાંની આ વાર્તાઓ આજે પણ વાંચવી ગમે એવી છે. આ વાર્તાઓમાંથી કેટલીક વાર્તાઓની ગણના ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓમાં થાય છે. ‘એક પ્રશ્ન’ વાર્તા એક પરિવારના સભ્યો વચ્ચેના સંવાદના રૂપે છે અને વ્યંગ, રહસ્ય, કુતૂહલ .. Read More
અમેરિકા આપણા માટે હંમેશા ચર્ચાનો અને વાદવિવાદનો વિષય રહ્યો છે. કેટલાંક લોકો એવું માને છે કે, ‘અમેરિકામાં કાયમ માટે રહેવા મળી જાય તો આ દેશથી છૂટકારો થાય.’ એથી વિરુદ્ધ મત ધરાવનારા એવું માને છે કે, ‘આપણા દેશ જેવો બીજો કોઈ દેશ નથી. લોકો અમેરિકાનો ખોટો મોહ રાખે છે.’ આ બંને વર્ગના લોકો વચ્ચે વાદવિવાદ થતા .. Read More
‘ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1987માં પ્રગટ થઈ હતી. ત્યારબાદ આ પુસ્તકનું પુનર્મુદ્રણ થતું રહ્યું છે. ‘ગુડ નાઇટ ડેડી’ વાર્તામાં એક બાળકી અને એના પપ્પા વચ્ચેના સંવાદો છે. વાર્તાના અંતે ચોટ છે. ‘અઢી મિનીટની વાર્તા’ની ભાષા કાવ્યમય છે તો ‘ક્રમશ:’ અને ‘મિશેલ તું મારી ભાષા સમજે છે?’ વાર્તાની ભાષા લલિત નિબંધની છે. ‘ઓમાર .. Read More
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં