મૂળ મહારાષ્ટ્રીયન પણ ‘સવાયા ગુજરાતી’ તરીકે જાણીતા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની નિબંધકાર તરીકેની છબિ આ પુસ્તકમાં છતી થાય છે. ગુજરાતી નિબંધને લલિત નિબંધની દીક્ષા આપનાર કાકાસાહેબ. તેમના નિબંધોમાં ચિંતન ખરું, પણ ભાર વિનાનું. પ્રકૃતિ, માનવપ્રકૃતિ અને સમાજ, ધર્મ તેમજ સંસ્કૃતિને આવરી લેતાં કાકાસાહેબના 79 જેટલાં નિબંધોનો સંગ્રહ આ પુસ્તકમાં મળે છે. કાકાસાહેબ પ્રકૃતિના કવિ તરીકે જાણીતા .. Read More
ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વને સત્ય તેમજ અહિંસાની શક્તિનું દર્શન કરાવનાર મહાત્મા ગાંધીના જીવનના બાળપણથી માંડીને ઈ.સ.1921 સુધીના સમયગાળાના સારા-નરસા પ્રસંગોને આવરી લેતું પુસ્તક એ ‘સત્યના પ્રયોગો’. 1925થી 1929ના સમયગાળા દરમિયાન ‘નવજીવન’માં સાપ્તાહિકરૂપે પ્રકાશિત થયેલી આ આત્મકથામાં ગાંધીજીના જીવનના રાજકીય કરતાં આધ્યાત્મિક અને નૈતિક અનુભવો પર વધુ ભાર મુકાયો છે. સમગ્ર પુસ્તકમાં તેમણે અપનાવેલા સત્ય, અહિંસા, .. Read More
‘ફ્રૉમ ધ અર્થ ટુ ધ મૂન’, ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઈટી ડેઝ’, ‘જર્ની ટુ ધ સેન્ટર ઑફ ધ અર્થ’, ‘ફાઈવ વીક્સ ઇન અ બલૂન’ના નામે અંગ્રેજીમાં ભાષાંતરિત થયેલી ફ્રેન્ચ વિજ્ઞાન-સાહસકથાઓના સર્જક જૂલે વર્નની અન્ય એક અમર કૃતિ એટલે 1870ની સાલમાં લખાયેલ ‘20000 લીગ્ઝ અંડર ધ સી’. સબમરીનની કલ્પના કરી સમુદ્રના તળિયે રહેલી એક અભૂતપૂર્વ સૃષ્ટિની .. Read More
હિન્દી અને ગુજરાતી ફિલ્મો તથા નાટકોમાં ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર કે.કે. એટલે કે કૃષ્ણકાંત ભૂખણવાલાની છ દાયકાની ફિલ્મી સફરના સંભારણાંની સફર એટલે ‘ગુઝરા હુઆ ઝમાના’. ‘ગુજરાતમિત્ર’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત મૂળ પંચોતેર હપતાની શ્રેણીનાં લખાણોને નવેસરથી મઠારીને અને જરૂર જણાઈ ત્યાં કેટલાંક પ્રસંગોને ઉમેરીને તેને પુસ્તકાકાર આપવામાં આવ્યો છે. હિન્દી .. Read More
‘સવાયા ગુજરાતી’ તરીકે ઓળખાતા ગુજરાતના માનીતા લેખક કાકાસાહેબ કાલેલકરના નાનપણનાં પ્રસંગોને તેમની જ કલમે સંભારણાંરૂપે આ પુસ્તકમાં રજૂ કરાયાં છે. તેમના જ કહેવા મુજબ આ સ્મરણયાત્રા આત્મચરિત્ર નથી પરંતુ તેમના બાળપણના અનુભવોની તેમજ તે વખતે તેમણે અનુભવેલી લાગણીઓ, મુગ્ધ મૂંઝવણો, ગુણદોષ, જયપરાજય, ક્ષુદ્ર અહંકાર અને સહજ સ્વાર્થત્યાગ જેવી ભાવનાઓની નિખાલસ અને નિ:સંકોચ રજૂઆત છે. 73 .. Read More
ભારતના ‘લોખંડી પુરુષ’ તરીકેની વિશિષ્ટ ઓળખ ધરાવતા અખંડ ભારતના રચયિતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અત્યાર સુધીમાં ઘણું કહેવાયું અને લખાયું છે. પણ સરદારના વ્યક્તિત્વનાં કેટલાંક એવાં પાસાં છે, જે આજદિન સુધી લોકોથી અજાણ્યાં જ રહ્યા છે. આવાં દરેક પાસાંને આવરી લેતું જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારીએ લખેલું આ પુસ્તક સરદારના વ્યક્તિત્વનું અલગ જ દૃષ્ટિકોણથી સર્વાંગી .. Read More
‘મોતીચારો’, ‘મનનો માળો’, ‘સાયલન્સ પ્લીઝ’ જેવી સુપ્રસિદ્ધ કૃતિઓના સર્જક ડૉ. આઈ. કે. વીજળીવાળાનું બાળકો માટેનું સર્જન એટલે ‘હીરાનો ખજાનો’. બાળકોને સાહસ – રોમાંચ – રહસ્યપૂર્ણ કથાઓ ખૂબ જ આકર્ષે છે. આ બાબતને ધ્યાનમાં રાખી તેમણે લખેલી કૉંગો-આફ્રિકાની રોમાંચક સાહસકથા ‘હીરાનો ખજાનો’ બાળકોને અવનવા અનુભવો પૂરા પાડતી અને મુસીબતના સમયમાં ધીરજ અને સૂઝબૂઝથી આગળ વધી સંકટનો .. Read More
કાઉન્ટ ઑફ મૉન્ટે ક્રિસ્ટો (લેખક : એલેક્ઝાન્ડર ડ્યૂમા ; અનુવાદ: સરલા જગમોહન) (પ્રકાશન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) જગવિખ્યાત ફ્રેંચ સાહિત્યકાર એલેક્ઝાન્ડર ડ્યૂમાની અમર કૃતિઓમાંની એક ‘ધી કાઉન્ટ ઑફ મોન્ટે ક્રિસ્ટો’ નેપોલિયનના સમયને પશ્ચાદભૂમાં રાખીને લખાયેલ કથા છે. રોમાંચક અને અસ્ખલિત વાર્તાપ્રવાહ ધરાવતી આ કથા વાચકને અંત સુધી જકડી રાખે છે. આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં સરળ .. Read More
ગુજરાતના અગ્રગણ્ય સાહિત્યકારોમાંના એક, દેશભક્ત, મુત્સદ્દી તેમજ કુશળ વહીવટદાર એવા ક. મા. મુનશીએ લખેલી પહેલી નવલકથા એટલે ‘વેરની વસૂલાત’. ‘સ્ત્રીબોધ’ માસિકમાં પ્રગટ થયેલી તેમની પહેલી નવલિકા ‘મારી કમલા’ની લોકપ્રિયતાના પગલે ઈ.સ.1913માં ‘ગુજરાતી’ પત્રના માલિક અંબાલાલ બુ. જાનીના આમંત્રણથી તેમણે ‘વેરની વસૂલાત’ નવલકથા લખી, જે આ પત્રમાં ક્રમશ: પ્રસિદ્ધ થઈ. આ નવલકથા એટલી લોકપ્રિય થઈ હતી .. Read More
ક.મા.મુનશીએ ભલે અનેકવિધ ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું હોય, પણ તેમને અમરત્વ બક્ષ્યું છે તેમની સાહિત્યિક કૃતિઓએ. તેમણે સાહિત્યના વિવિધ પ્રકારો ખેડ્યા છે જેમાંથી નવલકથાઓમાં તેમની સાહિત્યિક પ્રતિભા સોળે કળાએ ખીલી છે. નવલકથાકાર તરીકે મુનશીજીની ખરી પ્રતિભાના દર્શન આપણને તેમની ઐતિહાસિક નવલકથાઓમાં થાય છે. એમાં શિરમોર સમી નવલકથાઓ એટલે ગુજરાતના સોલંકીયુગના એક સળંગ કથાનકના ત્રણ સોપાનો .. Read More
ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલત્રયીનું બીજું સોપાન એટલે ‘ગુજરાતનો નાથ’. ‘પાટણની પ્રભુતા’થી શરૂ થયેલી જયસિંહગાથાના આ બીજા પગથિયામાં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહની કથાનું નિરૂપણ છે. કથાની શરૂઆત કાકના પાટણમાં આગમનથી થાય છે. કાક એક બહાદુર, વિચક્ષણ, બ્રાહ્મણ યોદ્ધો અને પાટણના દંડનાયક ત્રિભુવનપાળનો મિત્ર છે. વિપરીત સંજોગોમાં પાટણનો સાથ આપી તેને મુસીબતથી બચાવતો .. Read More
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.