પ્રસિદ્ધ લેખક શ્રી ધ્રુવ ભટ્ટની ‘અગ્નિકન્યા’ નવલકથાની પહેલી આવૃત્તિ 1988માં પ્રગટ થઈ હતી. આ નવલકથા મહાભારતની કથા પર આધારિત છે અને નવલકથાના કેન્દ્રમાં દ્રૌપદીનું સમગ્ર જીવન છે. નવલકથા દ્વારા વાચકને દ્રૌપદીનાં વિવિધ રૂપનાં દર્શન થાય છે. જેમ કે, ક્યારેક દૃઢ, ક્યારેક કૃષ્ણ અને મહર્ષિ વ્યાસ જેવા મહાનુભાવો સાથે ચર્ચા કરતી, ક્યારેક આનંદિત, ક્યારેક નગરનિર્માણના કાર્યમાં .. Read More
‘અદૃશ્ય દીવાલો’એ જાણીતા વાર્તાકાર શ્રી માવજી મહેશ્વરીની એકવીસ વાર્તાઓનો સંગ્રહ છે. વાર્તાઓ મુખ્યત્વે ગ્રામ્યજીવન પર આધારિત છે. વાર્તાકારને ગામ, ખેતર, વાડી, સીમ, વગડો, વગેરે સાથે સીધો સંપર્ક છે આથી એમને ગ્રામ્યજીવનના અનુભવો ઉછીના નથી લેવા પડ્યા. ગામડાંની વાત આવે એટલે આપણી નજર સમક્ષ હરિયાળાં ખેતરો, ખળખળ વહેતી નદીઓ, લીલાંછમ વૃક્ષો અને મોટાં મનનાં માનવીઓ આવીને .. Read More
દિગીશ મહેતાએ 1962માં લખેલી ‘આપણો ઘડીક સંગ’એ ગુજરાતી સાહિત્યની હાસ્યપ્રધાન લઘુનવલકથા છે. 117 પાનાં અને 22 પ્રકરણોમાં ફેલાયેલી કથાનાં મુખ્ય પાત્રો છે : અર્વાચીના, એના પિતા બૂચ સાહેબ(નિવૃત્ત હેડ માસ્તર), તેના બા, પ્રોફેસર ધૂર્જટિ, તેના માતા ચંદ્રાબા. માતા-પિતાનું એકનું એક સંતાન એવી અર્વાચીના નવીસવી કોલેજમાં આવી છે, ત્યાં તેની અને પ્રોફેસર ધૂર્જટિ વચ્ચે આંખ મળી .. Read More
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.